News of Wednesday, 14th May 2025
શહેરના વધુ ર૦ જગ વિતરકોને પાણી વિતરણ પર પ્રતિબંધઃ મનપા તંત્ર લાલઘૂમ
આરોગ્ય શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાંથી નમુના લેવાયેલ કુલ ૨૦ માંથી ૩ ના રીઝલ્ટ ઇન્ટરમીડીએટ, જયારે ૧૭ ના અનસેટીસફેકટરી પરિણામ જાહેરઃ એકસેલન્ટ-સેટીસફેકટરીમાં એકપણ વિતરક નહી!

રાજકોટ, તા. ૧૪: શહેરના મોટાભાગના વેપારીઓ-ધંધાર્થીઓને ત્યાં પીવાના ગરમ તથા ઠંડા પાણીના જગ ઉત્પાદકો દ્વારા પુરા પાડવામાં આવે છે ત્યારે મનપા દ્વારા આ પાણી ઉત્પાદકો, જગ વિતરકોને ત્યાં ચકાસણ કરી નમુના લેવામાં આવ્યા હતા.
મનપાની સત્તાવાર યાદી મુજબ રાજકોટ શહેરની જાહેર જનતાના આરોગ્ય હિતાર્થે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રાજકોટ શહેરની આઈસ ફેક્ટરી તેમજ પાણીના જગ વિતરકો પાસેથી આરોગ્ય વિભાગ દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવેલ.
જેમાં ર૦ સ્થળોએ આઈસ ફેક્ટરી/પાણીના જગ વિતરણ કરતા ધંધાર્થીઓનો ત્યાં વીઝીટ કરી ર૦ પાણીના સેમ્પલ લેવામાં આવ્યાહતા. જેને પરીક્ષણ માટે મોકલવામાં આવેલ.
જે માંથી એક્સેલન્ટ રીઝલ્ટ તથા સેટીસફેક્ટરી રીઝલ્ટ શૂન્ય આવેલ જયારે ૩ નું પરિણામ ઈન્ટરમીડીએટ આવેલ તથા ૧૭ નમુનાનુઁ અનસેટીસફેક્ટરી રીઝલ્ટ આવેલ.
જે સેમ્પલના રીઝલ્ટ ઈન્ટરમીડીએટ આવેલ છે તેમાં મીરા મિનરલ વોટર, બાબા મિનરલ વોટર, એકવા નીર વોટર સપ્લાયર છે. જયારે જે સેમ્પલના રીઝલ્ટ અનસેટીસફેક્ટરી આવેલ છે તેમાં માનસી વોટર, મહાદેવ વોટર, લાભ આઈસ ફેક્ટરી, જય ચામુંડા મીનરલ વોટર, ગોકુલ મીનરલ વોટર, યુ.વી. મીનરલ વોટર, એકવા ફ્રેશ વોટર, ભગવતી ડ્રીન્કીંગ વોટર, ભગવતી વોટર સપ્લાય, મહાદેવ આઈસ કિશન ડ્રીન્કીંગ વોટર, સ્વર્ગ ડ્રીન્કીંગ વોટર, રોક એકવા, યુ.વી. વોટર, શિવશક્તિ ડ્રીન્કીંગ વોટર, શિવશક્તિ વોટર સપ્લાયર, જહલ ડ્રીન્કીંગ વોટર છે.
ઈન્ટરમીડીએટ તેમજ અનસેટીસફેક્ટરી રીઝલ્ટ આવેલ તમામ પાણી/બરફ વિતરકોને વિતરણ ન કરવા તાકીદ કરવામાં આવેલ છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ કલેક્શનની કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે
(4:32 PM IST)










