News of Wednesday, 14th May 2025
મેનાબેન દોંગાના સ્મરણાર્થે શુક્રવારે રક્તદાન કેમ્પઃ સિવિલ હોસ્પિટલના લાભાર્થે આયોજન

રાજકોટઃ અત્યારે ઉનાળાની સખત ગરમીમાં તથા વેકેશન હોવાના કારણે બ્લડ-ડોનેશન કેમ્પ ખુબ ઓછા થતા હોવાથી રાજકોટ સિવિલ હોસ્પીટલમાં તમામ પ્રકારના બ્લડની સખત અછત રહેતી હોય, રાજકોટ સિવિલ હોસ્પીટલના જરૂરીયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે બ્લડ મળી રહે તેવા શુભ આશયથી, શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિશેષ સહયોગથી, સ્વ.મેનાબેન અંકુરભાઈ દોંગાના સ્મણાર્થે તા.૧૬, શુક્રવાર સવારે ૮ થી ૨ વાગ્યા સુધી, કલ્યાણ બેંકવેટ હોલ, સહકાર સોસા. મેઈન રોડ, વોર્ડ ઓફીસ નં-૧૭ની સામે, ત્રીશુલ ચોકની નજીક, રાજકોટ આતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.આ કેમ્પમાં અંકુરભાઈ વલ્લભભાઈ દોંગા નરેન્દ્રભાઈ નરશીભાઈ વોડોદરીયા, શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિજય જસાણી રાજકોટ સિવિલ બ્લડબેંકના એમ.ડી પેથોલોજીસ્ટ ડોક્ટર્સની ટીમ માનદ્ સેવા આપશે. રક્તદાતાઓને બહોળી સંખ્યામાં રક્તદાન કરવા વિનંતી કરાઈ છે.
તસ્વીરમાં અંકુર દોંગા, નરેન્દ્ર વાડોદરીયા, મયુર ટીલાળા, વ્રજલાલ વરસાણી, અંકુર કિયાડા, વિનય જસાણી નજરે પડે છે. (તસ્વીરઃઅભિજીત બગથરીયા)
(4:30 PM IST)










