<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

કોઠારીયા સોલવન્‍ટમાં નાના ભાઇ વિજયની માથાકુટમાં મોટા ભાઇ કમલેશ પર હુમલો

ગોૈશાળા નજીક વનરાજ, યુવરાજ અને અજાણ્‍યાએ ગાળો દઇ છરી ઝીંકી

રાજકોટ તા. ૧૫: કોઠારીયા સોલવન્‍ટ  વિસ્‍તારમાં શિવ હોટેલ પાછળ દોલતપરા-૨માં ત્રણ માળીયા સામે રહેતો અને કંપનીમાં કાર ડ્રાઇવર તરીકે નોકરી કરતો કમલેશ વિનોદભાઇ પરમાર (ઉ.વ.૨૧) સાંજે પાંચેક વાગ્‍યે વિસ્‍તારમાં આવેલી દ્વારકાધીશ ગોૈશાળા પાસે ત્રણ માળીયા નજીક કાર લઇને ઉભો હતો ત્‍યારે આ વિસ્‍તારના વનરાજ, યુવરાજ અને અજાણ્‍યાએ આવી ઝઘડો કરી છરીથી હુમલો કરી પગમાં ઘા મારી દેતાં તેમજ ઢીકાપાટુ મારતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં આજીડેમ પોલીસને જાણ કરાઇ હતી.

એએસઆઇ જે. કે. કુરીયાએ કમલેશની ફરિયાદ પરથી ત્રણેય હુમલાખોર સામે ગુનો નોંધ્‍યો હતો. કમલેશના કહેવા મુજબ હું ગોૈશાળા પાસે મારી કાર પાર્ક કરીને નીચે ઉતર્યો ત્‍યાં જ ત્રણ સવારીમાં યુવરાજ, વનરાજ સહિતનાએ આવી સીધો હુમલો કરી દીધો હતો. યુવરાજ અને અજાણ્‍યાએ મને પકડી લીધો હતો અને વનરાજે છરી કાઢી પગમાં ઘા મારી દીધો હતો તેમજ મારી નાખવાની ધમકી આપી હતી. લોહી નીકળતાં હું પડી જતાં દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં આ ત્રણેય ભાગી ગયા હતાં. મારા ભાઇ અને મિત્રને જાણ કરતાં તેણે મને દવાખાને ખસેડયો હતો. ત્રણ મહિના પહેલા મારા નાના ભાઇ વિજય સાથે યુવરાજને બોલાચાલી થઇ હતી તેનો ખાર રાખી મારા પર હુમલો કરાયો હતો.

(2:56 PM IST)