News of Thursday, 15th May 2025
આજી જીઆઇડીસી પાસે ડમ્પરની ઠોકરે રિક્ષા ઉંધી વળીઃ ઇન્દુબેન કસરેજાનું મોતઃ ૩ને ઇજા
કોઠારીયા વેલનાથ સોસાયટીના મહિલા રસોડાનું કામ કરવા જતાં હતાં અને કાળ ભેટી ગયોઃ ત્રણ સંતાન માતા વિહોણા થતાં પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૧૫: આજી જીઆઇડીસીથી આજીડેમ ચોકડીના રસ્તે ડમ્પરે ઠોકરે ચડાવતાં રિક્ષા પલ્ટી ખાઇ જતાં કેટરર્સ કર્મચારી મહિલાનું મોત થયું હતું. જ્યારે રિક્ષાચાલક સહિત ત્રણને ઇજા થઇ હતી.
જાણવા મળ્યા મુજબ કોઠારીયા રણુજા મંદિર પાસે વેલનાથ સોસાયટી-૩માં રહેતાં ઇન્દુબેન વિનુભાઇ કસરેજા (ઉ.વ.૪૦) સવારે રિક્ષામાં બેસીને કામે જતાં હતાંત્યારે આજી જીઆઇડીસીથી આજીડેમ ચોકડીના રસ્તે સર્વિસ રોડ પર ડમ્પરની ઠોકરે ચડી જતાં રિક્ષા પલ્ટી મારી જતાં ચાલક તેમજ ઇન્દુબેન સહિત બીજા ત્રણેક મહિલાઓને ઇજાઓ થઇ હતી. જેમાં ગંભીર ઇજા પામનાર ઇન્દુબેનને સારવાર માટે ેબભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
મૃત્યુ પામનાર ઇન્દુબેનના પતિ મંડપ સર્વિસમાં કામ કરે છે. સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. પોતે કેટરર્સને લગતું કામ કરતાં હતાં. સવારે કામે જવા નીકળ્યા ત્યારે આ બનાવ બન્યો હતો. મૃતદેહને અંતિમવિધી માટે મુળ વતન જામનગરના માધવપુર ગામે લઇ જવાયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ભગીરથસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ આજીડેમ પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. (૧૪.૧૦)
(2:59 PM IST)










