<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

ગાંધીગ્રામ મહાવીરનગરના હરેશભાઇ ચોૈહાણનું હૃદય બેસી જવાથી મોત

હોસ્‍પિટલ ચોકીના એએસઆઇ રામશીભાઇની સમજાવટથી સ્‍વજનોએ મૃતકના ચક્ષુનું દાન કર્યુ

રાજકોટ તા. ૧૫: ગાંધીગ્રામ ન્‍યુ મહાવીરનગર શેરી નં. ૩-એ હઠીલા હનુમાન મંદિર સામે રહેતાં હરેશભાઇ ચંદુભાઇ ચોૈહાણ  (ઉ.વ.૪૫) સવારે ઘરે એકાએક ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ભગીરથસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર હરેશભાઇ સાડીના સેલ્‍સમેન તરીકે કામ કરતાં અને અપરિણીત હતાં. તે બે ભાઇ અને ત્રણ બહેનમાં બીજા હતાં. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના એએસઆઇ રામશીભાઇ વરૂની સમજાવટથી સ્‍વજનોએ મૃતકના ચક્ષુનું દાન કરી સ્‍તુત્‍ય કાર્ય કર્યુ હતું.

(3:00 PM IST)