<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

ધોરાજી પોલીસે ૨૦ વર્ષથી ગૂમ હારૂનભાઇ શેઠાને શોધી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્‍યુ

પરિવારે જીવીત હોવાની આશા પણ છોડી દિધી હતીઃ માનસીક બિમારીના કારણે ઘરેથી જતા રહયા'તા

તસ્‍વીરમાં મળી આવેલ હારૂનભાઇ અને સાથે ધોરાજી પોલીસનો સ્‍ટાફ નજરે પડે છે.

રાજકોટ તા.૧૫: ધોરાજી પોલીસે ૨૦ વર્ષની ગૂમ વ્‍યકિતને શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્‍યું હતું. પરિવારે ગૂમ થનાર વ્‍યકિત જીવીત હોવાની આશા છોડી દિધી હતી. તે વ્‍યકિત મળી આવતા પરિવારમાં હર્ષની લાગણી ફેલાઇ હતી.

રાજકોટ ગ્રામ્‍ય પોલીસ અધીક્ષક હિમકરસિંહ  તથા ધોરાજી વિભાગના મદદનીશ પોલીસ અધીક્ષક સિમરન ભારદ્રાજએ ગુમ/અપહરણ થયેલ વ્‍યક્‍તિઓને શોધી કાઢવા સૂચના કરેલ હોય જે અન્‍વયે ધોરાજી પોલીસ સ્‍ટેશનના પો.ઇન્‍સ. આર.જે.ગોધમ ના માર્ગદર્શન હેઠળ ધોરાજી જુના ઉપલેટા રોડ રાધાનગરમાં રહેતા હારૂનભાઈ સુલેમાનભાઈ શેઠા ઉ.વ-૬ર વાળાઓ પોતાને માનસિક બીમારીના કારણે આજથી આશરે ૨૦ વર્ષ પહેલા ૨૦૦૫ ના વર્ષમાં પોતાના ઘરેથી કયાંક જતા રહેલ હોય અને જે હાલે હિમાચલ પ્રદેશ રાજ્‍યના કાંગરા જિલ્લાના નુરપુર પોલીસ સ્‍ટેશન ખાતે મળી આવતા નુરપુર પોલીસ સ્‍ટેશનના સાથે સતત સંપર્કમાં રહી અને ગુમ થનાર હારૂનભાઇ ધોરાજી ના હોય જેથી ધોરાજી સીટી વિસ્‍તારમાં ધોરાજી સીટી પોલીસની ટીમે તેમના પરીવારને શોધી કાઢી ૨૦ વર્ષ પહેલા ગુમ થનાર હારૂનભાઈ સુલેમાનભાઈ શેઠા ઉ.વ-૬૨ ને હિમાચલ પ્રદેશથી ધોરાજી સીટી પો.સ્‍ટે લાવેલ.

ગૂમ થનાર વ્‍યક્‍તિના પરીવારે જીવતા ન  હોવાની આશા છોડી દીધેલ હોય અને આજરોજ ગુમ થનાર વ્‍યકિતને તેમના પરીવારને સોંપેલ તેમને ધોરાજી પોલીસ સ્‍ટેશનના પો.ઈન્‍સ. તથા ધોરાજી સીટી પોલીસ સ્‍ટેશનના સ્‍ટાફનો હર્ષભેર આભાર વ્‍યકત કરેલ હતો.

આ પ્રસંશનીય કાર્યવાહી પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર આર.જે.ગોધમ, ,પી.કે.ગોહીલ, પો.હેડકોન્‍સ. નીલેશભાઈ મકવાણા, પંકજભાઈ તલસાણીયા, પો.કોન્‍સ. નારણભાઈ પંપાણીયા, શક્‍તિસિંહ જાડેજા તથા પો.કોન્‍સ. યોગેશભાઈ બાલાસરા સહિતના સ્‍ટાફે કરી હતી.

(3:03 PM IST)