<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

રાજકોટ જિલ્લામાં પાણીની સ્‍થિતિ હાલ નિયંત્રણમાં : ૧૪ ગામોમાં ટેન્‍કરોના ફેરા શરૂ કરાયા

 

રાજકોટ, તા. ૧પ : જિલ્લા કલેક્‍ટર પ્રભવ જોશીએ પત્રકારોને જણાવ્‍યું હતું કે જિલ્લામાં પાણીની સ્‍થિતિ નિયંત્રણમાં છે, પરંતુ જરૂરિયાતવાળા ૧૪ ગામોમાં ટેન્‍કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. તેમણે માહિતી આપતા જણાવ્‍યું કે જિલ્લાના આ ગામોમાં પાણીની વ્‍યવસ્‍થા સુનિ?તિ કરવા માટે તંત્ર સતત કાર્યરત છે.

કલેક્‍ટરે ઉમેર્યું હતું કે વિંછીયા તાલુકાના અજમેર અને કેરળી, જસદણનું આટકોટ, સાણથળીનું જુના રાજપીપળા, રાજકોટ તાલુકાના ખોખડદળ, કોટડા સાંગાણીનું નવી પોપટડી, રાજકોટના ધીરાસર, મોટાદડવા, અમરગઢ (ભેંસાણ) અને ગવરીદડ, જસદણનું દેવપરા, લોધિકાનું સાંગણવા અને ધોરાજી તાલુકાના મોટી પરબડી તથા ભુખી ગામોમાં ટેન્‍કર દ્વારા પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે.

(4:36 PM IST)