<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

બુટલેગર અલ્‍તાફ ઉર્ફે છ આંગળી વધુ એકવાર પાસા હેઠળ જેલમાં ધકેલાયો

અગાઉ ગોધરા, મહેસાણા, પાલનપુર, વડોદરા, ભુજ અને સુરત જેલમાં રહી ચુકેલા અલ્‍તાફને આ વખતે અમદાવાદ જેલમાં મોકલાયો

રાજકોટ તા.૧૫: શહેરના ૨૨થી વધુ ગુનાઓમાં ઝડપાયેલા અને જામનગર, વાંકાનેર, ગોંડલ સહિતના શહેરોમાં પણ ગુના આચરી ચુકેલા નામચીન બુટલેગર અલ્‍તાફ ઉર્ફે છ આંગળી હનીફભાઇ થઇમ (ઉ.વ.૪૬) રે.નવા થોરાળા, વિજયનગર શેરી નં.રને પોલીસ કમીશનર બ્રજેશ કુમાર ઝાના વોરંટના આધારે સાતમી વખત પાસા હેઠળ જેલમાં ધકેલી દેવાયો છે.

પીસીબીના પી.આઇ. એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ એમ.જે. હુણ, એ.એસ.આઇ. મયુર પાલરીયા, સંતોષ મોરી સહિતની ટુકડીએ અલ્‍તાફ સામે નોંધાયેલા પ્રોહીબીશન ભંગ બદલના જુદા-જુદા ગુનાઓ અને મારામારી, હુમલા સહિતના અન્‍ય ગુનાઓને ધ્‍યાને રાખી અલ્‍તાફને ફરીવાર પાસામાં અટકાયત કરવાની દરખાસ્‍ત કરી હતી. આ દરખાસ્‍તને પોલીસ કમીશનરશ્રીએ મંજુર રાખી અમદાવાદ મધ્‍યસ્‍થ જેલમાં ધકેલવા હુકમ કર્યો હતો.

અલ્‍તાફ ગેરકાયદે દારુના ધંધા સબબ બે વખત તેમજ ડેન્‍જર પર્સન તરીકે નોંધાયેલા ગુનાઓ માટે ચાર સહિત છ વખત અગાઉ જુદી-જુદી જેલમાં પાસાની યાત્રા કરી ચુકયો છે.

(4:36 PM IST)