News of Thursday, 15th May 2025
E-KYC મૂદે પૂરવઠાતંત્ર ઘાંધુઃ ગઇકાલે સાંજે એકાએક નિર્ણય જેમના E-KYC સંપૂર્ણ છે તેમને જ પૂરવઠો મળશેઃ બાકીનાને બંધ
રાજકોટના ૮૦ થી ૯૦ હજાર NFSA કાર્ડ હોલ્ડરોમાં દેકારોઃ મુખ્યમંત્રી-પૂરવઠામંત્રી સુધી ફરીયાદોનો ધોધ વહેવા માંડયો... : જે કાર્ડ હોલ્ડરના કાર્ડમાં જેટલા ફેમેલીના NFSA તેટલા જ મેમ્બરને ઘઉં-ચોખા-ખાંડ-મીઠુ અપાશેઃ બાકીનાનો પૂરવઠો કાપી નાખવા નિર્ણય : મે મહિનાથી અમલવારીઃ જેમના કાર્ડ E-KYC નથી થયા તેમના કાર્ડ હાલ ટેમ્પરરી રદ્ થઇ ગયા જેવો ઘાટઃ રાજયભરમાં લાખો ગરીબ કાર્ડ હોલ્ડરોની દશા ખરાબ સસ્તા અનાજ એસો.ના હિતુભા જાડેજાએ જણાવ્યું આવા નિર્ણયથી કાર્ડ-હોલ્ડરો-દુકાનદારો વચ્ચે ભારે ઘર્ષણ થશેઃ ઓનલાઇન નિર્ણયઅંગે ભારે ચર્ચા.

E-KYC મુદે જૂની કલેકટર કચેરી સહિત પૂરવઠાની તમામ ઝોન કચેરીમાં કાર્ડ હોલ્ડરની લાંબી લાઇનો ફરી શરૂ થઇ છે. તે નજરે પડે છે.
રાજ્યનું પુરવઠા ખાતુ ઇ કેવાયસી મુદે ભારે ગાંગુ જોયું છે અને ગઈકાલે સાંજ પછીઓનલાઇન નિર્ણય લઇ તારીખ ૧૩ સુધીમાં જેના NSFA કાર્ડ ઇ કેવાયસી સંપૂર્ણ થયા છે. એમને જ પુરવઠો આપાશે. નહિતર જેના ઈ કેવાયસી કાર્ડ હોલ્ડરોના કામગીરી બાકી છે તેમને આજથી અમલ આવે તે રીતે અનાજ મીઠું સહિતનો પૂરવઠો બંધ કરી દેવાયો છે. એટલેકે આવા બાકી રહેલા તમામ NSFA ટેમ્પરરી રદ કરી દેવામાં આવ્યા છે આ કાર્ડ હોલ્ડર ના કાર્ડ ઓનલાઇન કશુ જનરેટ થતુ નહી હોવાની બૂમો છે, ઉપરોકત શ્રી હિતુભા જાડેજાએ પણ ‘‘અકિલા'' સાથેની વાતચીતમાં સમર્થન આપ્યું હતું.
પુરવઠા એવો પણ નિર્ણય લીધો છે કે NSFA કાર્ડ હોલ્ડરોના કાર્ડમાં જેટલી ફેમીલી સંખ્યા મેમ્બરનું ઇ- કેવાયસી થયું હશે તેમને જથ્થો મળશે. બાકીના મેમ્બરનો જથ્થો કપાઇ જશે.
રાજકોટ શહેર જિલ્લાની વાત કરીએ તો રાજકોટ શહેર જિલ્લામાં ત્રણ લાખથી વધુ NAFA કાર્ડ હોલ્ડરો છે એમાંથી ૭૦ ટકા કાર્ડ હોલ્ડરોના ઇકેવાયસી સંપૂર્ણ થયા છે. બાકીના ૩૦ ટકા કામગીરી બાકી છે જે જોતા રાજકોટ શહેર અને જિલ્લામાં ૮૦થી ૯૦ હજાર NAFA કાર્ડ હોલ્ડરોનો પૂરવઠો ઇ-કેવાયસી ના ફેમેલી મેમ્બરની ટકાવારી પ્રમાણે અટકી ગયો છે.
દરમિયાન દુકાનદાર એસોસિએશન અગ્રણી હિતુભા જાડેજા જણાવ્યું હત કેં પુરવઠા તંત્રએ ગઈકાલે સાંજ એકા એક નિર્ણય લીધો છે જેમના કારણે આગામી દિવસોમાં દુકાનદારો અને કાર્ડ વચ્ચે ભારે ઘર્ષણના બનાવો બનશે આ બાબતે રાજ્યના એક એવી વિગત પણ બહાર આવી રહી છે કે, પૂરવઠાતંત્રે આ વખતે એકી સાથે બે મહિનાનો પુરવઠો આપવો તેવો પરિપત્ર આપ્યો છે.ે જે જોતા આગામી જૂન મહિનામાં રાજકોટ સહિત રાજ્યભરમાં કાર્ડ હોલ્ડરો માટે પુરવઠો પહોંચશે કે કેમ તે પણ મોટો એક પ્રશ્ન ઉભો થયો છે
(4:00 PM IST)










