News of Thursday, 15th May 2025
જુનિયર કલાર્કની પરીક્ષાની કામચલાઉ આન્સર કી જાહેરઃ OMR ડાઉનલોડ કરો

રાજકોટ, તા. ૧પઃ મહાનગરપાલિકા દ્વારા ગત તા. ૪ મે ના રોજ જુનિયર કલાર્ક સંવર્ગની લેખિત પરીક્ષા લેવામાં આવેલ હતી. જેની પ્રોવિઝનલ આન્સર કી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી. તેમજ તા. ર૩ મે સુધીમાં વાંધા સુચનો મંગાવવામાં આવેલ છે. બાદમાં આજ તા. ૧પ-૦પ-ર૦રપ ના રોજ જુનિયર કલાર્ક સંવર્ગની લેખિત પરીક્ષાની ઓ.એમ.આર. ડાઉનલોડ કરવા અંગેની લીંક રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ WWW.RMC.GOV.IN પર મુકવામાં આવેલ છે. તેમ મહેકમ શાખાના મેનેજર જણાવે છે
(4:02 PM IST)










