<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

શનિવારે કલેકટર તંત્ર દ્વારા જેતપુરના મેવાસામાં મેડીકલ કેમ્‍પઃ ૪૮૦ દિવ્‍યાંગોને ૬૧ લાખના સાધનો અપાશે

રાજકોટ-જેતુપર સિકસ લેન હાઇવેમાં નડતરરૂપ ધાર્મિક દબાણો સહિત ૪ મોટા દબાણો ધર્મેન્‍દ્ર કોલેજમાં બેસતી સબ રજીસ્‍ટ્રારની પાંચ ઝોન કચેરી અંગે સરકારમાં દરખાસ્‍ત

રાજકોટ, તા. ૧પઃ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી ૧૭મી મેના રોજ જેતપુર તાલુકાના મેવાસા ગામમાં રામ બાપાની જગ્‍યાની વાડી ખાતે સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત એક મેડિકલ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યાનું કલેકટરે પત્રકારોને જણાવ્‍યુ હતું, જેતપુર જીલ્લા પંચાયત બેઠકના વિસ્‍તારોના લાભાર્થીઓને લાભ મળશે.

આ મેડિકલ કેમ્‍પમાં ગાયનેક, ઓર્થોપેડીક, બાળ રોગ,સ્ત્રી રોગ અને આંખ-કાન-નાક જેવા વિવિધ રોગોના નિષ્‍ણાંત ડોક્‍ટરો દ્વારા વિનામૂલ્‍યે સારવાર આપવામાં આવશે. જેતપુર તાલુકાના કુલ ૧૩ ગામડાઓના જરૂરિયાતમંદ લોકો આ મેડિકલ કેમ્‍પનો લાભ લઈ શકશે.

આ ઉપરાંત, કેમ્‍પ દરમિયાન દિવ્‍યાંગ લાભાર્થીઓ માટે સાધન વિતરણ કાર્યક્રમ પણ યોજાશે. તેમજ, વયશ્રી યોજના હેઠળના પાત્ર લાભાર્થીઓને પણ જરૂરી સાધનોનું વિતરણ કરવામાં આવશે. આ કેમ્‍પ જેતપુર અને આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોને આરોગ્‍ય સેવાઓ પૂરી પાડવામાં મહત્‍વપૂર્ણ સાબિત થશે.

ઉપરોકત કેમ્‍પમાં ધોરાજી-ઉપલેટા-જેતુપર પંથકના ૪૮૦ જેટલા દિવ્‍યાંગોને ૬૧ લાખથી વધુના ખર્ચે ૮પ૦ સાધનો અપાશે, તથા વયશ્રી યોજનામાં ૩ લાખના ખર્ચે પ૩ લાભાર્થીઓને વિવિધ સહાય અપાશે.

દરમિયાન કલેકટરે પત્રકારોને જણાવેલ કે ધર્મેન્‍દ્ર કોલેજમાં બેસતી સબ રજીસ્‍ટ્રાર ઝોન કચેરીઓ નંબર ૩, ૪, પ, ૬, ૭, માટે રૈયા વિસ્‍તારમાં નવી અદ્યતન કચેરી બનાવવા અંગે સરકારમાં દરખાસ્‍ત મોકલી દેવાઇ છે.

શ્રી પ્રભવ જોષીએ ઉમેર્યુ હતું કે રાજકોટ-જેતપુર સિકસલેન હાઇવેમાં નડતરરૂપ ધાર્મિક દબાણો સહિત કુલ ૪ દબાણો તબક્કાવાર દુર કરી દેવાશે.

માધાપર અન્‍ડરબ્રીજના એક સર્વીસ રોડ બંધ હોય તે અંગે કલેકટરે ઉમેર્યુ હતું કે આ સર્વીસ રોડ માત્ર ગ્રાંટની દરખાસ્‍ત સરકારમાં કરાઇ છે, ટુંક સમયમાં આ પ્રશ્‍ન હલ કરી લેવાશે.(

(4:35 PM IST)