News of Thursday, 15th May 2025
ઉમરાળીમાં ૧૦૦ ચો.વારના પ્લોટ અને મકાન સહાય ફાળવોઃ પ્રધાનમંત્રી યોજનાનો લાભ આપો
વર્ષોથી અમને કોઇ લાભ મળ્યો નથીઃ ગામના અગ્રણીઓનું આવેદન

રાજકોટ તા.૧૫: તાલૂકાના ઉમરાળી ગામના હિતેશભાઇ પરમાર તથા અન્યોએ કલેકટરને આવેદન પાઠવી ૧૦૦ ચો.વાર પ્લોટ તથા પ્રધાનમંત્રી આવાસ યોજના બાબતે રજૂઆતો કરી હતી.
આવેદન ઉમેર્યુ હતું કે અમો બધા બી.પી.એલ. યાદીના લાભાર્થી છીએ અને મજુરીકામ કરી પોતાનું ગુજરાત ચલાવે છે. અમારી આપને વિનંતી છે કે આજદિન સુધી ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ અનુ.જાતિના કોઇપણ સભ્યને મળેલ નથી. તેમજ છેલ્લા પચીસ વર્ષથી ૧૦૦ ચો.વાર પ્લોટ (મફત) કે પંચાયત હરરાજી દ્વારા ફાળવેલ નથી. હાલના સમયમાં અમારે રહેવા માટે ઘરથાળ પ્લોટ કે કોઇપણ જગ્યા નથી અમારી પરિસ્થિતિ અત્યંત દયનીય હોવાથી પ્લોટ કે મકાનની જગ્યા પણ ખરીદી શકવાની સ્થિતિ નથી. અમારે ભાડના મકાનમાં અથવા તો ખરાબાની જગ્યામાં વસવાટ કરવો પડે છે. જેથી કરીને અમારા બાળકો તેમજ પરિવારને પણ અંત્યત માંદગીની પરિસ્થિતિ ઉભી થાય છે. અને બિમાર થતા હોય છે. આ સાથે સામેલ તમામ અરજદારો કે જે ઘરવિહોણા છે તેમજ બી.પી.એલ. કુંટુબમાંથી આવે છે. અને કોઇપણને રહેવા માટે મકાન/પ્લોટ કે કોઇ કાચા ઘરની પણ સુવિધા નથી. જેથી કરીને આપને નમ્ર રજુઆત છે કે આ વિષયને અગ્રસ્થાને લઇ આપ દ્વારા અમોને ૧૦૦ ચો.વાર પ્લોટ તેમજ મકાન સહાય આપવામાં આવે.
(4:26 PM IST)










