તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Friday, 16th May 2025
કાલે ૧૭ મે ૧૬૦ મો વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન અને ઇન્ફોર્મેશન દિવસ
ટેલિકોમ ક્ષેત્રે નવી ટેકનોલોજીની હરણફાળ, ઝડપી વિકાસ સાથે નવા પડકારોઃ કળત્રિમ બુદ્ધિનો નવો અવતાર (AI) ટેલિકોમ ક્ષેત્રે ક્રાંતિ લાવશે નવી ટેકનોલોજીનાં ફાયદા અને પડકારો વચ્ચે ગાઢ સંબંધ... નીતિ, નિયમન અને જવાબદારી આવશ્યક. ૨૦૨૫ ની થીમઃડિજિટલ પરિવર્તનમાં મહિલાઓની સમાન ભાગીદારીૅ વિશ્વભરના ૮૦૦ કરોડ મોબાઈલ ગ્રાહકોમાં ભારતનાં ૧૧૬.૩૭ કરોડ મોબાઈલ ગ્રાહકો

રાજકોટ, તા. ૧૬ : ૧૭ મે, ૧૬૦ માં વર્ડ ટેલિકોમ્યુનિકેશન અને ઇન્ફોર્મેશન દિવસ ૨૦૨૫ ની થીમ ૅડિજિટલ પરિવર્તનમાં મહિલાઓની સમાન ભાગીદારીૅ છે. આ થીમ ડિજિટલ યુગમાં જાતિનું અંતર દૂર કરવાને મહત્વ આપે છે, જેથી મહિલાઓને ડિજિટલ વિશ્વમાં વધુ તકો મળી શકે.
આ થીમ દ્વારા સમાજને સ્પષ્ટ સંદેશ આપવામાં આવે છે કે ડિજિટલ પરિવર્તનમાં મહિલાઓ અને છોકરીઓને સમાન તક અને ભાગીદારી આપવી અત્યંત જરૂરી છે.
તે માટે ડિજિટલ વિભાજન દૂર કરીને મહિલાઓ અને છોકરીઓને માહિતી અને કમ્યુનિકેશન ટેક્રોલોજી (ICT) સુધી પહોંચવા માટે પ્રોત્સાહિત કરવી જોઈએ.
જાતિના ભેદભાવ વગર ડિજિટલ વિકાસ અધૂરો છે.
આજના યુગમાં ઇન્ટરનેટ, સ્માર્ટફોન અને ડિજિટલ સેવાઓ, શિક્ષણ, આરોગ્ય, રોજગાર, વેપાર, સરકારી સેવાઓ જીવનના દરેક ક્ષેત્રમાં પ્રવેશી ગઈ છે,ત્યારે વિશ્વના ઘણા ભાગોમાં મહિલાઓને પુરતી ડિજિટલ ઍક્સેસ નથી, જેના કારણે તેઓ વિકાસના મુખ્ય પ્રવાહથી દૂર રહી જાય છે. આ દિવસ ની ઊજવણી અસમાનતાને દૂર કરવા, મહિલા સશક્તિકરણ અને સર્વાંગી વિકાસ માટે ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવાની જરૂરિયાતને ઉજાગર કરે છે.
ડિજિટલ સમાનતા મેળવવાથી સમાજમાં નવીનતા, આર્થિક વિકાસ અને સામાજિક સમળદ્ધિ વધશે. ભવિષ્યમાં, જેમ જેમ ટેકનોલોજી વધુ વિસ્તરશે, તેમ તેમ દરેક વ્યક્તિને, ખાસ કરીને પછાત અને વંચિત વર્ગોને, ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવું અનિવાર્ય બની જશે.
ડિજિટલ સમાનતાનો આ સંદેશ વિશ્વભરમાં પહોંચે અને ભવિષ્યમાં એક વધુ સમાન, જોડાયેલ અને પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરવામાં માર્ગદર્શક બની રહેશે.
વિશ્વમાં ટેલિફોનની શોધ ૩ માર્ચ, ૧૮૪૭ ના સ્કોટિશમાં જન્મેલા કેનેડિયન-અમેરિકન એલેક્ઝાન્ડર બેલે વર્ષ ૧૮૮૫માં કરી હતી.
૩ એપ્રિલ ૧૯૭૩ના રોજ માર્ટિન કૂપરે મોબાઈલની શોધ કરી હતી, તેમણે પોતાના પ્રતિસ્પર્ધી બેલ લેબ્સના ડો. જોએલ એસ એન્જલને ફોન કરીને પ્રથમ મોબાઇલ હેન્ડસેટથી વાત કરી હતી.
૧૬ માર્ચે ૧૯૯૫ ના રોજ પેજર સેવા શરૂ થઇ હતી. આ નાનકડાં ડિવાઈસમાં એકતરફી મેસેજની આપલે થતી હતી. મોકલનારાનો સંદેશ સામેની વ્યક્તિને લેખિત સ્વરૂપે મળતો હતો, આ સેવા ટેલિગ્રામ જેવી હતી, લોકો બેલ્ટમાં લટકાડી એક સ્ટેટસ અનુભવતા, પણ આ ટેકનોલોજી લાંબી ચાલી નહીં કેમકે મોબાઈલ ચાલુ થવાને લીધે પેજરનું અસ્તિત્વ અમુક સમય સુધી જ રહ્યું હતું.
ભારતમાં ૩૧ જુલાઈ ૧૯૯૫માં પ્રથમ મોબાઈલ સેવા મોદી ટેલ્સ્ટ્રા કંપનીએ શરૂ કરી દેશની પ્રથમ કંપની બની હતી. પ્રથમ કોલ કોલકાતાથી દિલ્હી કરવામાં આવ્યો હતો, આ સેવાને લોકો સુધી પહોંચાડવા માટે નોકિયાના હેન્ડસેટ ૨૧૧૦ ની મદદ લેવામાં આવી હતી. તે સમયે મોબાઈલ ખરીદવા માટે ૪૯૦૦ રૂપિયા ચૂકવવા પડતા હતા. સર્વિસ શરૂ થયા બાદ ૫ વર્ષમાં માત્ર ૧૦ લાખ જ ગ્રાહક બન્યા હતા. મોબાઈલ સેવા ચાલુ થઈ ત્યારે એક મિનિટ કોલના ૧૬ રૂપિયા અને ઈનકમિંગ કોલ માટે ૮ રૂપિયા ચૂકવવા પડતા હતા, એટલે ત્યારે મોબાઈલ ફોન સ્ત્ભ્ સિમ્બોલ બન્યો હતો.
વર્ષ ૨૦૦૩માં મોબાઈલ ઈનકમિંગ કોલ ફ્રી કરવામાં આવ્યો હતો, સાથે જ લેન્ડલાઈન પર ઈનકમિંગ કોલનો ચાર્જ ઘટાડીને પ્રતિ મિનિટ ૧.૨૦ રૂપિયા કરવામાં આવ્યો હતો. તેને લીધે ગ્રાહકોની સંખ્યામાં વધારો થયો હતો.
વર્ષ ૨૦૦૮માં ૩ઞ્ અને ૨૦૧૨માં ૪ઞ્એ એન્ટ્રી કરી વર્ષ ૨૦૦૯માં ૩ઞ્ ટેક્રોલોજીએ નેટવર્કની દુનિયામાં ધૂમ મચાવી હતી. આ ટેક્રોલોજીથી ડેટા ટ્રાન્સફર સ્પીડ ૧૮ ળણુષ્ટત મળતી થઇ હતી, જે ૨ઞ્ની સરખામણીએ ઘણી વધારે હતી. ડેટા ચાર્જ પણ ૧ઞ્ગ્ ના ૨૫૦ રૂપિયા હતો.
વર્ષ ૨૦૧૨માં ૪ઞ્ની શરૂઆત થઈ હતી, હવે ભારતમાં ૫ઞ્ પણ શરૂ થઇ ગયું છે,ત્યારે ભારત સરકારના ઉપક્રમ બીએસએનએલ ૧૩ વર્ષ પછી પણ ૪ઞ્ સેવા પૂર્ણ રીતે ચાલુ કરી શકયું નથી,તેથી લોકો વધુ ટેરિફનો ભોગ બન્યા છે.
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા(વ્ય્ખ્ત્) ની સ્થાપના ૧૯૯૭માં ગ્રાહકોના હકની રક્ષા અને કંપનીઓમાં હેલ્ધી કોમ્પિટિશનની દેખરેખ કરવાના હેતુથી સરકાર દ્વારા કરવામાં આવી છે.
TRAI દ્વારા આવનારા બદલાવ ભારતના મોબાઇલ સંચાર ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ વળાંક સૂચવે છે. વપરાશકર્તા અને પ્રોવાઇડર્સ બંને માટે આ અપડેટ્સ લાભદાયી રહેશે, જેનાથી દેશની મોબાઇલ સેવાઓ અદ્યતન અને ગ્રાહકકેન્દ્રિત બનશે.
AIના સ્માર્ટ નેટવર્ક મેનેજમેન્ટ માટે એકીકરણ, ઝડપી ઇન્ટરનેટ સ્પીડ માટે ૫ઞ્ ટેકનોલોજીનો ઉપયોગ, વધુ સારી કનેક્ટિવિટી સોલ્યુશન્સ માટે ત્ંવ્નો વ્યાપ વધારવા જેવા ફેરફારો લાવી રહી છે.
વિશ્વમાં મોબાઈલ વપરાશકારોની સંખ્યા વધીને ૮૦૦ કરોડ થઈ છે. ભારત વિશ્વમાં મોબાઈલ વપરાશકર્તાઓની સંખ્યામાં ટોચના દેશોમાં છે અને મોબાઈલ ફોન ઉત્પાદન ક્ષેત્રે પણ બીજા નંબર પર છે. ૨૦૧૪-૧૫માં સ્માર્ટફોન માર્કેટનું મૂલ્ય માત્ર ૧૯,૦૦૦ કરોડ હતું, જે ૨૦૨૪ સુધીમાં ૫ લાખ કરોડથી વધુ થઈ ગયું છે. દેશમાં સ્માર્ટફોન વપરાશકારો ૭૫ કરોડ વધુ છે જે વિશ્વભરમાં અગ્ર સ્થાને છે.
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) ના જણાવ્યા અનુસાર માર્ચ ૨૦૨૫ સુધીમાં, વિવિધ ટેલિકોમ સેવાઓમાં ગ્રાહકોની વિગત જોઈએ તો....
(૧) દેશમાં કુલ ટેલિફોન ગ્રાહકોની સંખ્યા ૧૨૦ કરોડ થઈ છે જેમાં રૂરલ વિસ્તારનો હિસ્સો ૫૩. ૫ કરોડ રહ્યો છે. ટેલીડેન્સિટી ૮૫% થઈ છે, હજુ ૧૫% લોકો આ સેવાથી વંચિત છે.
(૨) દેશમાં મોબાઈલ ગ્રાહકો વધીને ૧૧૬. ૩૭ કરોડ થયા છે જેમાં એક્ટિવ મોબાઈલ ગ્રાહકો ૧૦૭.૪૨ કરોડ છે. રૂરલમાં ૫૩. ૧૧ કરોડ લોકો મોબાઈલ વાપરતા થયા છે. સંચાર અને ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની ના જણાવ્યા મુજબ દેશના ૬,૪૪,૧૩૧ ગામોમાંથી લગભગ ૬,૨૩,૬૨૨ ગામોમાં હવે મોબાઈલ સેવા મળી રહી છે. મોબાઈલ ટેલીડેન્સિટી ૮૨.૪૨% રહી છે જેમાં સૌથી વધુ દિલ્લી - ૨૭૫.૭૯% અને સૌથી ઓછી બિહાર - ૫૭.૨૩% છે.
ગુજરાત માં મોબાઈલ ગ્રાહકોની સંખ્યા ૬.૫૪ કરોડ છે અને ટેલીડેન્સિટી ૯૯.૫૫% થઈ છે.
(૩) દેશમાં બ્રોડબેન્ડ વપરાશકારો ૯૪. ૪ કરોડ છે જેમાં ૫૦% થી વધુ હિસ્સો થ્શં નો રહ્યો છે.
(૪) દેશમાં લેન્ડલાઇન ઘટીને ૩.૭ કરોડ રહી ગઇ છે જે , ૨.૬૨% છે.
(૫) દેશમાં અત્યારે બે કંપનીઓએ ૫ઞ્ સેવા ચાલુ કરી છે, જેના કુલ ગ્રાહકો ૬૭ લાખ છે જેમાં ગુજરાતના ૪.૨૫ લાખ છે.
મોબાઈલ સેવા આજે ભારતના કરોડો લોકો સુધી પહોંચી છે. શરૂ થી અત્યાર સુધી મોબાઈલ ફોનમાં ઘણા બદલાવ આવ્યા છે, એક સમયે તેનો ઉપયોગ માત્ર વાત કરવા માટે થતો હતો હવે તેનો ઉપયોગ અભ્યાસ, શોપિંગ, બેંકિંગ, પેમેન્ટ, પર્યાવરણ, હવામાન અને એડ્રેસ શોધવા સહિતની અસંખ્ય બાબતો માટે થવા લાગ્યો છે. લોકોનું જીવન મોબાઈલ વગર અધૂરું બની ગયું છે.
ટેલિકોમની સફર.. ૨૫ વર્ષ પહેલાં ભારતમાં PCO ની લાંબી લાઈનથી લઈ હવે લોકોના ખિસ્સાં સુધી પહોંચી છે. ભારત દુનિયામાં સૌથી સસ્તી સેવા આપતો એક માત્ર દેશ છે.
ભારત, વિશ્વમાં સૌથી વધુ મોબાઈલ ડેટા વપરાશકાર દેશ બન્યો છે, પ્રતિ વ્યક્તિ સરેરાશ ૨૫-૩૦ ઞ્ગ્ માસિક મોબાઇલ ડેટા વાપરે છે. વિશ્વમા સૌથી સસ્તા ડેટા પ્લાન અને વિડિયો સ્ટ્રીમિંગ જેવી પ્રવળત્તિઓને લીધે ડેટાનો વપરાશ ખૂબ વધ્યો છે.
ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે નવી ટેકનોલોજીનો વિકાસ ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે, જેના ફાયદા, પડકારો અને તકો વિશે વાત કરીએ તો...
(૧) ફાયદા
* ઓપ્ટિકલ ફાઇબર અને સ્ંત્ભ્ જેવી ટેકનોલોજીથી ઝડપી અને વધુ વિશ્વસનીય કનેક્ટિવિટી મળે છે, જે ગ્રાહકો માટે ઉત્તમ સેવા પ્રદાન કરે છે.
* ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને લીધે ભ્ગ્હ્ અને અન્ય આધુનિક સિસ્ટમો દ્વારા કોલ સેન્ટર અને અન્ય સેવાઓ વધુ અસરકારક બની છે
* ઉચ્ચ ગુણવત્તાવાળા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને લીધે હોટ-ડીપ ગેલ્વેનાઈઝ્ડ સ્ટીલ ટાવર અને લેટીસ સ્ટીલ સ્ટ્રક્ચર્સથી ટેલિકોમ નેટવર્ક માટે મજબૂત અને ટકાઉ બન્યું છે જે લાંબા સમય સુધી સેવા માટે સક્ષમ છે.
(૨) પડકારો
* નવી ટેકનોલોજી માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ અને જાળવણી ખર્ચાળ બની છે, ખાસ કરીને સ્ટીલ ટાવર અને ફાઇબર ઓપ્ટિક કેબલ્સ મુખ્ય છે.
* નવી ટેકનોલોજીનું સંચાલન અને જાળવણી માટે ખાસ ટેકનીકલ લોકોની જરૂર પડે છે, જે દરેક જગ્યાએ ઉપલબ્ધ કરવા વધુ ખર્ચાળ બને છે.
* ડિજિટલ અને ઇન્ટરનેટ આધારિત સિસ્ટમોમાં હેકિંગ, ફ્રોડના નવા પ્રકારો અને ડેટા ચોરીના જોખમો ખૂબ વધ્યા છે, જેના માટે પૂરતી સુરક્ષા ટેકનોલોજી જરૂરી છે જે ખર્ચમાં વધારો કરે છે.
* ગ્રાહકો માટે સલામતી અને ડેટા સુરક્ષા મહત્ત્વની હોય તેને વધારવી જરૂરી છે.
* ટેકનિકલ જટિલતા અને ખર્ચ વધવાથી નાના સર્વિસ પ્રોવાઇડર્સ માટે મુશ્કેલીઓ ઊભી થાય છે.
* ફ્રોડ અને હેકિંગના વધતા કેસો ગ્રાહકોમાં ભય અને અવિશ્વાસ સર્જે છે.
* નિયમો કડક હોવા છતાં અમલમાં પડકારો રહે છે, ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં.
* ટેકનોલોજી અપગ્રેડમાં વિલંબ અને માનવ સંસાધનની અછત પણ નકારાત્મક પરિબળ છે.
* દેશમાં ટેલિકોમ માટે જરૂરી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં ધીમી ગતિ જોવા મળે છે, જે ટેકનોલોજી અપગ્રેડ અને સેવા પ્રદાનમાં અવરોધરૂપ બને છે
(૩) તકો
* ટેલિકોમ ટેકનોલોજીથી ઇ-કોમર્સ, ટેલિહેલ્થ, અને અન્ય ડિજિટલ સેવાઓમાં ખૂબ વધારો થયો છે, જે દેશના અર્થતંત્રને મજબૂત બનાવશે.
* નવી ટેકનોલોજી દ્વારા દૂરદૂરના અને ગ્રામિણ વિસ્તારોમાં જ્યાં ટેલિકોમ સેવા પહોંચાડવી શકય બનશે તેથી ઝડપી ઈન્ટરનેટ સેવાઓ આપી શકાશે.
* ટેકનોલોજીનાં વિકાસ સાથે નવા પ્રોજેક્ટ અને સેવાઓ શરૂ થવા સાથે રોજગારના નવા અવસરો સર્જાશે.
(૪) ઉપાય
ટેકનિકલ કર્મચારીઓ માટે નિયમિત તાલીમ અને અપડેટ પ્રોગ્રામ્સ યોજવા જોઈએ જેથી તેઓ નવી ટેકનોલોજી સમજી અને સંચાલિત કરી શકે.
* ડેટા સુરક્ષા માટે ફેક કોલ્સ, ડેટા ચોરી, એન્ક્રિપ્શન, ફાયરવોલ અને અન્ય સાયબર સુરક્ષાના ઉપાયો અપનાવવાના રહેશે.
*ટેકનોલોજીનાં વિકાસ માટે સરકારની સહાય, નીતિ અને નિયમન જરૂરી છે, જેથી ખર્ચ અને પડકારો ઓછા કરવામાં મદદ મળી રહે.
* આ માટે સખત નિયમન અને મોનિટરિંગ અને રિર્પોટિંગ કરવુ જરૂરી છે.
* ટેકનિકલ અને વ્યવસ્થાપન સંબંધિત પડકારો અને નકારાત્મક પરિબળો હાજર છે, જેને નિયંત્રિત કરવા માટે સતત સુધારા અને સજાગતા જરૂરી છે.
ગુજરાતમાં મોબાઈલ સેવાઓ શરૂ થવા સાથે રાજ્યના વિકાસ અને જનજીવનમાં અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ અને પરિવર્તનો થયા છે. જેમાં વેપાર, વ્યવસાય અને રોજિંદા જીવનમાં ઝડપી સંચારથી કાર્યક્ષમતા વધી, ટેકનોલોજી આધારિત સેવાઓનો વિકાસ, મોબાઈલ ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી રાજ્યમાં ઈ-ગવર્નન્સ, ડિજિટલ પેમેન્ટ, અને વિવિધ સરકારી સેવાઓમાં સરળતા આવી, ૧૦૮ એમ્બ્યુલન્સ જેવી ઈમરજન્સી સેવા પણ ટેકનોલોજી આધારિત બની, જેમાં લોકેશન બેઝ સર્વિસ (ન્ગ્લ્) અને પેપરલેસ વ્યવસ્થા અમલમાં આવી, આરોગ્ય અને સુરક્ષા ક્ષેત્રમાં સુધારો, આપત્તિ કે કટોકટી સમયે લોકો ઝડપથી મદદ માટે સંપર્ક કરી શકે તે શકય બન્યું, આર્થિક અને ઔદ્યોગિક વિકાસ, વેપાર-વાણિજ્યમાં ઝડપ અને પારદર્શકતા આવી, જેનાથી રાજ્યના આર્થિક વિકાસને વેગ મળ્યો.
વાઇબ્રન્ટ ગુજરાત જેવી વૈશ્વિક સમિટોમાં પણ ટેકનોલોજી અને મોબાઈલ કનેક્ટિવિટીના કારણે આંતરરાષ્ટ્રીય રોકાણકારો અને મહેમાનો સાથે સંપર્ક સરળ બન્યા, માહિતી વહેંચાણ સરળ બનતાં સામાજિક જાગળતિમાં વધારો થયો. લોકો વિવિધ સરકારી યોજનાઓ અને હક્કોની માહિતી ઝડપી મેળવતા થયા.
આ રીતે આધુનિક મોબાઈલ સેવાઓ દેશ અને વિદેશમાં નોંધપાત્ર રીતે અર્થતંત્ર ના વિકાસમાં ટેકનોલોજી આધારિત સેવાઓ, ઈમરજન્સી રિસ્પોન્સ, અને વિકાસની ગતિમાં નોંધપાત્ર ફાળો રહ્યો છે. (૯.૧પ)
પ્રાસંગિક
બાબુભાઇ મેનપરા
નિવળત્ત BSNL અધિકારી
(2:32 PM IST)










