News of Friday, 16th May 2025
પાણી બચાવોઃ શહેરમાં જળસ્ત્રોત મર્યાદિતઃ સમસ્યા વિકટઃ અશ્વિન પાંભર
પૂરવઠામાં વધારો કરવા પાણીનો સંગ્રહ કરવા અને બોર રીચાર્જ કરવા વોટર વર્કસ સમિતિ ચેરમેનની લોકોને અપીલ

રાજકોટ તા.૧૬: મહાનગરપાલિકાના વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર પાણીનું મહત્વ સમજાવતા જણાવે છે કે, માનવજાતને કુદરતની સૌથી કિંમતી મળતી ભેટ ‘‘પાણી'' છે. પાણી વગર પળથ્વી પરના જીવનનું અસ્તિત્વ મુશ્કેલ છે. દરેક જીવ સળષ્ટિને પાણીની જરૂર પડે છે જેથી, ભવિષ્યમાં જળસંકટ ટાળવા માટે ઉપલબ્ધ જળ સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ.
પાણી બચાવો જળસંચય એટલે જળનો સંગ્રહ કરવાની પ્રવળતિ. વિશ્વભરમાં પાણીની સમસ્યા દિન-પ્રતિદિન વિકટ બનતી જાય છે ત્યારે જળસંચય માટે ૧) ઉપલબ્ધ જળ અને જળષાોતોની સંભાળ રાખવી. ૨) વહી જતા પાણીને રોકવું(હાર્વેસ્ટિંગ) ૩) જળસ્ત્રોતોનું પુનઃનવીનીકરણ કરવું(રિર્ચાજિંગ)સહિતની ત્રણ બાબતો ખૂબ જ મહત્વની બને છે.
સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ શહેરમાં વિપુલ પ્રમાણમાં શહેરીકરણના પરિણામે શહેરમાં વિસ્તાર અને માનવ વસ્તીમાં ખુબ જ મોટો વધારો થવા પામેલ છે. શહેરમાં પાણીની માંગને પહોંચી વળવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને ભાદર-૧ ડેમ, આજી-૧, ન્યારી-૧ અને ‘‘સૌની યોજના'' મારફત પીવાલાયક શુધ્ધ પાણીનુ નિયમિત વિતરણ કરવામાં આવે છે. રાજકોટ શહેર અને આસપાસમાં મર્યાદિત જળષાોતના કારણે દિવસે દિવસે પાણીની સમસ્યા વિકટ બનતી જાય છે ત્યારે જળષાોતોની જાળવણી, વરસાદી પાણીનો સંગ્રહ અને ભૂગર્ભ જળના પૂરવઠાનુ સાતત્ય જાળવી રાખવા વરસાદી પાણીનું રીચાર્જ કરવું ખુબ જ મહત્વની બાબત બની રહે છે.
રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર કુદરત તરફથી માનવજાતને મળેલ અમૂલ્ય ભેટ ‘‘પાણી''ને બચાવવા ભૂગર્ભ જળ સ્તરમાં પાણીનો પૂરવઠો જાળવી રાખવા અને પૂરવઠામાં વધારો કરવા શહેરમાં આવેલ તમામ લોરાઈઝ-હાઈરાઈઝ રહેણાંક, કોમર્શિયલ, ઔદ્યોગિક મિલકતોમાં તેમજ શૈક્ષણિક સંકુલોમાં વરસાદી પાણીનો સંગ્રહ, બોર રીચાર્જ કરવા શહેરીજનોને ખાસ અપીલ અને આહવાન કરે છે
(3:07 PM IST)










