<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

શહેરના વિવિધ રાજમાર્ગો પરથી ૧૭૬૮ બોર્ડ - બેનર જપ્‍ત

દબાણ શાખા ત્રાટકી : જુદા - જુદા રસ્‍તાઓ પર નડતરરૂપ ૪૦૪ રેંકડી, કેબીન, પરચુરણ માલસામાનના દબાણો હટાવાયા : રૂ.૪.૮૦ લાખની વસુલાત

રાજકોટ, તા.૧૬: દબાણ હટાવ શાખા દ્વારા છેલ્લા ૧૫ દિ'માં કુલ ૪૨ રેંકડી, કેબીન અને ૧૭૬૮બોર્ડ/બેનરો જપ્ત કરેલ તેમજ રૂ.૪,૮૦,૪૭૦/નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો હતો.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ દબાણ હટાવ શાખા દ્વારા તા.૧ થી તા.૧૫ દરમ્‍યાન શહેરમાં જુદી જુદી જગ્‍યાએ જાહેર માર્ગો પર દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

જેમાં જ્‍યુબેલી મવડી બ્રિજનીચે રેલ્‍વે લાઈન,આનંદ બંગલા ચોક,રામનાથ પરા, કરણપાર્ક, રૈયા રોડ, નંદનવન પાર્ક, રવિવારી આજીડેમ, કોઠારીયા રોડ,મોરબી રોડ સેટેલાઈટ ચોક  પાસેથી રસ્‍તા પર નડતર રૂપ  ૪૨ રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી.

જ્‍યુબેલી,જામનગર રોડ,હેમુગઢવી હોલ,જંકશન રોડ,ગાયત્રીનગર મે.રોડ, ઢેબર રોડ,જંકશન રોડ,કળષ્‍ણનગર મે.રોડ,રૈયા રોડ,૧૫૦ ફુટ રોડ,કાલાવાડ રોડ,નાણાવટી ચોક,ભીમનગર રોડ,યુનિ.રોડ,કોઠારીયા રોડ,ધરાર માર્કેટ,મોરબી રોડ સેટેલાઈટ ચોક પરથી જુદીજુદી અન્‍ય ૩૬૨ પરચુરણ ચીજ વસ્‍તુઓ જપ્ત કરવામાં આવેલ.

જામનગર રોડ,લક્ષ્િમનગર, જ્‍યુબેલી,યુનિ.રોડ,કોટેચા ચોક થી આકાશવાણી ચોક સુધી,ધરાર માર્કેટ,કેસરી પુલ,પારેવડી ચોક,કોઠારીયા રોડ,મોરબી રોડ સેટેલાઈટ ચોક પાસેથી ૨૧૭૧ કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ.

કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ,પુષ્‍કરધામ મેઈન રોડ,,યુનિ.રોડ,નાણાવટી ચોક,રૈયા રોડ, મવડી વિસ્‍તાર, સ્‍વામીનારાયાણ ચોક,ઢેબર રોડ,સોરથીયાવાડી પાસે થી  રૂ.૩,૬૩,૦૫૦- મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે.

૮૦ફુટ રોડ,પારેવડી ચોક ,સંતકબીર રોડ,ધરાર માર્કેટ,કોઠારીયા રોડ,મોરબી રોડ,ભાવનગર રોડ,કુવાડવા રોડ૮૦ફુટ રોડ,અર્ટિકા ફાટક,જામનગર રોડ,ટાગોર રોડ,આનંદબંગલા ચોક,મવડી મેઈન રોડ,આહિર ચોક પરથી રૂ.૧,૧૭,૪૨૦/ વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો હતો.આ ઉપરાંત જામનગર રોડ, જલારામ ચોક, જંકશન પ્‍લોટ,રેસકોર્ષ રોડ,યુનિ.રોડ,૧૫૦ ફુટ રોડ,નાણાવટી ચોક,સાધુવાસવાણી રોડ, પટેલ કન્‍યા છાત્રાલય,કોઠારીયા રોડ,સેટેલાઈટ ચોક  પરથી ૧૭૬૮  બોર્ડ-બેનર જપ્ત કરેલા છે.

(3:35 PM IST)