તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 16th May 2025
અખાદ્ય મીઠાઈ, એક્સપાયર ક્રંચ-ચોકલેટ દાણા, ચટણીનો નાશ
મનપા દ્વારા નંદનવન રેસીડેન્સી સ્થિત દામોદર ડેરીમાંથી જંગી જથ્થો પકડાયો હુડકો કોઠારિયા મેઈનરોડ તથા સાંઈબાબા સર્કલથી રોલેક્ષ રોડ વિસ્તારના ૪૦ ખાણી-પીણીના ધંધાર્થીઓનું ચેકીંગઃ ૧૭ને લાઈસન્સ અંગે નોટીસઃ ફૂડ શાખાનો સપાટો

રાજકોટ,તા.૧૬: મહાનગરપાલિકાના દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન નંદનવન રેસીડેન્સી, શોપ નં.૮-૯, જય વિજય છાત્રાલય પાછળ, આવેલ દામોદર ડેરી ફાર્મ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ પડતર વાસી થયેલ અલગ અલગ પ્રકારની મિક્ષ દૂધની અખાદ્ય મીઠાઇ, માવો, એક્સપાયરી થયેલ ક્રંચ દાણા, ચોકલેટ દાણા તથા ચટણી વગેરે મળીને કુલ ૨૦૫ કિ.ગ્રા. અખાદ્ય જથ્થોનો SWM ના વાહનમાં સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને સ્થળ પર હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ હોવાનું મનપાની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
૧૭ વેપારીઓને નોટીસ
ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના હૂડકો કોઠારીયા મેઇન રોડ તથા સાંઈબાબા સર્કલ થી રોલેક્ષ રોડ- કોઠારીયા વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૪૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ગોપી ડાઈનિંગ હોલ, જય ભવાની પ્રોવિઝન સ્ટોર, સબરસ રેસ્ટોરન્ટ , શ્રીજી સોપારી, મઢૂલી કોલ્ડ્રિંક્સ, મહાદેવ રેસ્ટોરન્ટ, રવિ મદ્રાસ કાફે , ઘનશ્યામ પૂરી શાક, ઠાકર દાળપકવાન, રામદેવ ડેરી ફાર્મ, ખોડિયાર રેસ્ટોરન્ટ, ક્રિષ્ના ખમણ, ગણેશ સેલ્સ એજન્સી, મનપસંદ નાસ્તા હાઉસ, દિલખુશ પાણીપૂરી તથા લક્ષ્મી ફૂડ ઝોન તેમજ શિવ છોલે કુલ્ચે સહિત ૧૭ને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
નમુના લેવાયા
ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ VADILAL GOURMET CRUNCHY- BUTTERSCOTH ICE-CREAM (FROM 2 L PKD TUB): દર્શાવેલ સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત કુલ ૦૪ નમૂના લેવામાં આવેલ
VADILAL VANILA FLAVOURED ICE-CREAM (FROM 700ML/400 GM PKD) ઓમ સાંઇ ટ્રેડિંગ, બેકબોન શોપિંગ સેન્ટર સામે, RDC બેંકની બાજુમાં, માયાણી ચોક ખાતેની તથા (૩)HAVMOR BLOCKBUSTER MANGO MAGIC, WHITE COMPOUND COVERING COATED ICE CREAM (FROM 80 ML PKD) તથા (૪)HAVMOR RAJBHOG ICE CREAM (FROM 700 ML PKD): સ્થળ- શ્રુતિ એન્ટરપ્રાઇઝ, નવલનગર-૪, મેઇન રોડ કોર્નર, મવડી મેઇન રોડ ખાતેથી ૪ નમૂના લેવામાં આવ્યા છે.
(4:25 PM IST)










