<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

ભાજપના મંત્રીએ બફાટ કરી દેશની અખંડીતતા તોડવાનો હિન્‍ન પ્રયાસ કર્યોઃ મહેશ રાજપૂત

રાજકોટના ભાજપી કોર્પોરેટરને પણ આવા ગંભીર મામલે રાજનીતિ સુજે છેઃ કોંગ્રેસ ઓબીસી વિભાગ દ્વારા જબ્‍બર વિરોધ પ્રદર્શન

રાજકોટ,તા.૧૬: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગ દ્વારા આજરોજ તા.૧૬ ના શુક્રવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગના કાર્યકારી પ્રમુખ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઇ રાજપૂતની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના મધ્‍યપ્રદેશ રાજ્‍યના મંત્રી વિજય શાહ અને રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટર ચેતન સુરેજા સામે વિરોધ પ્રદર્શન કર્યું કરાયુ હતું.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગના કાર્યકારી પ્રમુખ મહેશભાઇ રાજપૂતે જણાવ્‍યુ છે કે સમગ્ર ભારત દેશની જનતા જ્‍યારે ભારત દેશના વારિષ્ઠ સૈન્‍ય અધિકારી કર્નલ સોફિયા કુરેશીને અભિનંદન અને શુભેચ્‍છાઓ પાઠવી રહી છે ત્‍યારે ભાજપના મધ્‍યપ્રદેશ રાજ્‍યના મંત્રી વિજય શાહએ ભારત દેશની જાંબાજ દીકરી ઉપર અપમાનજનક શબ્‍દો ઉચ્‍ચાર્યા છે ત્‍યારે નામદાર મધ્‍યપ્રદેશ હાઈકોર્ટે પણ ફક્‍ત ૪ કલાકમાં એફ.આઇ.આર. નોંધવા અને ગુન્‍હો દાખલ કરવા હુકમ હોવા છતાં કેમ હજુ સુધી કોઇપણ પગલા નથી ભરાયા?ે

 વિજય શાહ જેવા અન્‍ય કોઇએ ઉચ્‍ચારી અને ભારતની દીકરીનું અપમાન કર્યું હોત તો તાત્‍કાલિક સેકન્‍ડમાં ગુન્‍હો દાખલ થઈ ગ્‍યો હોત અને ધરપકડ પણ મોટી મોટી કલમો લગાડી કરી લીધી હોત ભાજપની બેવડી નીતિઓ કયાં સુધી ભારતની પ્રજાએ સહન કરવાની છે ?

 બીજા કિસ્‍સામાં:- રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટર ચેતન સુરેજા એ સોસિયલ મીડિયામાં એક મેસેજ મૂકયો હતો કે ૨૪૦ સીટમાં આટલું જ યુધ્‍ધ જોવા મળે આખું યુધ્‍ધ જોવા ૪૦૦ સીટ આપવી પડે ભાજય કોર્પોરેટર ચેતન સુરેજા ચેષ્‍ટા કરી છે.  અને ભારત દેશના નાગરિકોનું અને સૈન્‍યનું અપમાન કર્યું છે. તે  ધિક્કાર પાત્ર  છ.ે

 દરેક કાર્યમાં માત્ર વોટ બેન્‍ક કેમ વધારવી તેના સિવાય કોઈ વિચાર હોતો નથી જ્‍યારે દેશના તમામ પક્ષો તમામ નાગરિકો પોતાની જાતિ ભૂલી ધર્મ ભૂલી માત્ર દેશની રક્ષા માટે એકજુટ થઈને લડતા હોય ત્‍યારે આ બંને ભાજપના સંસ્‍કાર ઉજાગર કર્યા છે.

કોંગ્રેસ દ્વારા યોજાયેલ વિરોધ પ્રદર્શનમાં- ભાર્ગવભાઇ પઢીઆર, નરેશભાઇ સાગઠીયા, ઘનશ્‍યામસિંહ જાડેજા, રવિરાજસિંહ ડોડીયા, હાર્દિકસિંહ પરમાર, ભાવેશ ખાચરીયા, એહસાનભાઇ ચોહાણ, જગદીશભાઇ સાગઠીયા, મોૈલેશ મકવાણા, જીજ્ઞેશભાઇ ડોડીયા દેવેનભાઇ પાટડીયા, મનીષાબા વાળા, પ્રવિણભાઇ મુછડીયા, ગોવિંદભાઇ સભાયા, હસુભાઇ ગોસ્‍વામી, પ્રતિકસિંહ રાઠોડ, સંજયભાઇ સારલા, અજય વડોદરીયા, દેવરાજ ચોૈહાણ વગેરે સાથે જોડાયા હતા.

(4:02 PM IST)