તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Friday, 16th May 2025
વીતરાગ સોસાયટીમાં જટીલ ડ્રેનેજ પ્રશ્ન ઉકેલાયો
ફરિયાદ થયાની સાથે જ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી : કોર્પોરેટર જીતુભાઇ કાટોળીયા ખડેપગે

રાજકોટ, તા. ૧૬ : શહેરના વોર્ડ ન. ૯મા વીતરાગ - નેમિનાથ સોસાયટી આવેલ છે. તેમા જૈન સમુદાયના ‘‘અરિહંત'' આરાધના ભવન છે ખાતે સ્થાનકવાસી જૈન સમુદાયના પૂ. કિરણબાઈ મહાસતીજી બિરાજમાન છે. આ આરાધના ભવનના આંગણે જ થોડા દિવસથી ગટર ઉભરાતી હતી. બિલ્ડિંગના લોકોએ અલગ-અલગ ચાર ફરિયાદ કરી હતી પરંતુ તેનો ઉકેલ ન આવતા. અંતે કંટાળી મહાસતીજીએ છેલ્લા ચાર દિવસથી અન્નજલ ત્યાગ કર્યા હતા.
આ બાબતની જૈન અગ્રણી જયેશભાઈ સંઘાણીને ધ્યાને આવતા તેઓએ શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવેનું ધ્યાન દોર્યું. તેમણે વોર્ડ નંબર ૯ ના કોર્પોરેટર જીતુભાઈ કાટોળીયા, મનીષભાઈ રાડીયા, ડો. દર્શિતાબેન શાહને વાત કરી. જીતુભાઈ કાટોળીયા રૂબરૂ આવ્યા અને તાત્કાલિક કોર્પોરેશનના અધિકારી અને તેમની ટીમને કામે લગાડી. ફરિયાદનો ઉકેલ લાવ્યા. અંતે જીતુભાઈ કાટોળીયા, ભરતભાઈ દોશી, દક્ષેશભાઈ ભાયાણી, અશોકભાઇ પટેલ, રમીલાબેન શાહ, મમીનાક્ષી મહેતા, સરોજબેન ગજ્જર, મોહિલ ગજ્જર, ભાવિકભાઈ મહેતા, રાજુલબેન ભાયાણી, કલ્પનાબેન વોરાની હાજરીમાં જીતુભાઈ કાટોળીયાના હસ્તે પૂ. કિરણબાઈ મહાસતીજીએ પારણા કર્યા અને મહા માંગલિક ફરમાવ્યું હતું.
આ તકે શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, અનિરૂધ્ધભાઇ નકુમ, વોર્ડ નંબર ૯ ના કોર્પોરેટર જીતુભાઈ કાટોળીયા, મનીષભાઈ રાડીયા, ડો. દર્શિતાબેન શાહ, જયેશભાઈ સંઘાણી, ભરતભાઇ દોશી સહિતનાએ ડ્રેનેજ નિવારણ કરવા જહેમત ઉઠાવી હતી
(4:02 PM IST)










