તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 16th May 2025
જિલ્લા પંચાયતની પહેલઃ સર્વે કરી રપ૩ર સગર્ભા
મહિલાઓની નોંધણી કરીઃ પોષણક્ષમ સામગ્રી અપાશે

રાજકોટ જિલ્લાપંચાયત ખાતે મળેલ સમીક્ષા બેઠકમાં ડી.ડી.ઓ. અનંદુ સુરેશ ગોવિંદ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર
રાજકોટઃ તા. ૧૬, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદના અધ્યક્ષ સ્થાને આઇ.સીડી.એસ શાખાની ડીસ્ટ્રીકટ લેવલ મેનિટરિંગ રીવ્યુ સમિતિની બેઠક મળેલ. જેમાં આગ્ય વિભાગ સાથે સંકલન કરી TECHO ની માહિતી અને આંગણવાડીની માહિતીમાં જોવા મળતી વિસંગતતા દૂર કરવા TECHO ની માહિતી મુજબ તમામ ઘટકમાં સઘન સર્વે હાથ ઘરાયેલ.
એક આગવી પહેલ તરીકે વાડી વિસ્તાર, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર તેમજ અન્ય છૂટા છવાયા વિસ્તારોને આવરીને સગર્ભા બહેનોની ઓળખ કરી કુલ નવા ર,પ૩ર સગર્ભા બહેનોની નોંધણી આંગણવાડી ખાતે કરવામાં છે. જે તમામ સગર્ભા બહેનોને આંગણવાડી કક્ષાએ આરોગ્ય પોષણ શિક્ષક, ટેક હોમ રાશ(ટીએચઆર), રસીકરણ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
નગરપાલિકા વિસ્તારમાં જે જગ્યાએ જમીન ઉપલબ્ધ નથી તે જગ્યાએ નગરપાલિકા સાથે રહી સર્વે કરી જમીન ઉપલબ્ધિ માટે અત્રે IORA પોર્ટલ ઉપર દરખાસ્ત મોકલી આપવા સૂચના આપવામાં આવી. તમામ ઘટકોમાં બાળકોને CMTC ખાતે રિફર કરવા ચર્ચા કરવામાં આવી. તેમજ પૂર્ણા યોજના અંતર્ગત શાળાએ ન જતી કિશોરીઓને પુનઃશાળા પ્રવેશ કરાવવા કિશોરી અને તેના વાલીઓને યોગ્ય સલાહ આપવા સૂચના સહ માર્ગદર્શન આપવુ઼ તેમજ સતત ફલોઅપ કરી ૧૦૦% કિશોરીઓ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે તે સુનિヘતિ કરવા અંગે સૂચના આપવામાં આવી હતી.
(4:04 PM IST)










