તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 16th May 2025
રાજકોટ શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની રજૂઆતનો પડઘો : ડીઇઓના ચાર્જમાંથી કિરીટસિંહ પરમાર મુકત
રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દીક્ષિત પટેલને સોંપાયો ડીઇઓનો વધારાનો હવાલો

રાજકોટ, તા. ૧૬ : રાજકોટ શહેર જિલ્લામાં માધ્યમિક -ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ ક્ષેત્ર ભારે ઉદાસીનતા અને ખાગી શાળાના સંચાલકોના લાભાર્થે થતા શંકાસ્પદ નિર્ણયો અને પડતર પ્રશ્નોનો ભરાવો સહિત અનેક સમસ્યાઓ ઉભી થઇ હતી.
અનેક પશ્નોથી ઘેરાયેલ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીના પ્રશ્ને રાજકોટ શહેર-જિલ્લા શૈક્ષણીક સંઘ સંકલન સમિતિએ તાજેતરમાં સાંસદ અને હતી. આ રજૂઆત બાદ રાજય સરકારના શિક્ષણ વિભાગે તાકીદે રાજકોટ જિલ્લા શિક્ષાધિકારીનો વધારાનો હવાલો ધરાવતા કિરીટસિંહ પરમારને તાત્કાલીક મુકત કર્યા છે. અને ડીઇઓ હવાલો પ્રાથમિક શિક્ષણાધિકારી દિક્ષિત પટેલને સોંપાયો છે.
શ્રી કિરીટસિંહ હરીભાઇ પરમારે, શાસનાધિકારી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રાજકોટ જિ. રાજકોટને સોંપેલ જિલ્લા શિક્ષણાધિકારી, રાજકોટના વધારાના હવાલામાંથી આથી તેઓને મુકત કરવામાં આવે છે તથા જિલ્લા શિક્ષણાધિકારી, રાજકોટની જગ્યાનો હવાલો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, રાજકોટ દિક્ષિત એચ. પટેલને તેઓની હાલની ફરજો ઉપરાંત વધારાના હવાલા તરીકે સોંપવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નિલેષ રાણીપાએ જિલ્લા શિક્ષણાધિકારી પદ છોડયા પછી ગઇ તા. ૧ ઓગસ્ટથી પ ડીસેમ્બર સુધી શ્રી દિક્ષિત પટેલને તેમનો ચાર્જ સોંપાયેલ. પ ડીસેમ્બરથી આજ સુધી કિરીટસિંહ પરમાર ચાર્જમાં રહેલ. હવે ફરી પરિસ્થિતિ ‘થાળે' પાડવા શ્રી દિક્ષિત પટેલને ચાર્જ સોંપાયો છે. શાળા પ્રવેશોત્સવ તા. ૧૮ જુનથી યોજાયેલ છે તે પૂર્વ બદલીના ઘાણવામાં જિલ્લા શિક્ષણાધિકારીની ખાલી જગ્યા ભરાઇ જાય તેવી આશા છે.
(4:05 PM IST)










