<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

રાજકોટ જેલમાં બે કેદીએ કાચ અને ખીલી ખાઇ લીધા

રાજકોટ તા. ૧૭: અહિની સેન્‍ટ્રલ જેલમાં અવાર-નવાર કેદીઓ સાબુ કે ખીલી કે કાચ ખાઇ લેતાં હોવાના અથવા ઘણીવાર મચ્‍છર ભગાડવાની ટયુબ ખાઇ જતાં હોય છે. દરમિયાન બે કેદીએ કાચ અને ખીલી ખાઇ લેતાં સારવાર માટે દાખલ કરાયા છે. રાજકોટ જેલમાં હાઇ સિક્‍યુરીટી બેરેકમાં રખાયેલા પ્રકાશ પ્રભુદાસ દેસાણી (ઉ.વ.૩૪) અને હેપ્‍પી રાકેશભાઇ વોરા (ઉ.વ.૨૩)ને સાંજે સાડા આઠેક વાગ્‍યે જેલમાંથી સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પ્રકાશે કાચ ખાઇ લીધાનું અને હેપ્‍પીએ ખીલી ખાઇ લીધાનું જણાવાતાં દાખલ કરી તબિબે પોલીસને જાણ કરતાં પ્ર.નગર પોલીસ સ્‍ટેશનમાં નોંધ કરાવાઇ હતી.

(11:41 AM IST)