<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા ચોમાસાની સંભવત આફત સામે આગોતરૂ આયોજન

 

રાજકોટ તા. ૧૭: રાજકોટ જીલ્લા પંચાયત ખાતે પ્રમુખ પ્રવિણાબેન રંગાણી , જીલ્લા વિકાસ અધિકારી અનંદુ  સુરેશ ગોવિંદની ઉપસ્‍થિતિમાં પ્રિમોન્‍સૂન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ સમીક્ષા બેઠકમાં ઁિપ્રમોન્‍સૂન કામગીરી તથા જીલ્લા પંચાયતના વહીવટી પ્રશ્‍નો અંગે વિસ્‍તુત ચર્ચા - વિચારણા કરવામાં આવી હતી.

આ તકે રાજકોટ જીલ્લા પંચાયત ખાતે પ્રમુખ પ્રવિણાબેન રંગાણી એ જણાવેલ કે  પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી ના નેતળત્‍વ માં દેશ માં ગામ પણ મહાનગર ની જેમ હાઈટેક બને તે માટે ભાજપ સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે.

ત્‍યારે રાજ્‍યના મુખ્‍યમંત્રી  ભુપેન્‍દ્રભાઈ પટેલ ના નેતળત્‍વ અને પ્રદેશ ભાજપ  અધ્‍યક્ષ સી.આર. પાટીલ ના માર્ગદર્શન હેઠળ રાજ્‍યમાં ગામડાઓ સમળદ્ધ બને તે માટે અધિકારી/કર્મચારી અને ગ્રામજનો વચ્‍ચે સુમેળભર્યા સંવાદ દ્વારા અને લોકભાગીદારી તેમજ સરકાર/પંચાયતની કામગીરીનું લોકો દ્વારા સીધું સામાજીક અન્‍વેષણ,તંત્રની પારદર્શકતા અને સંવેદનશીલતામાં વધારો થયો છે.

આગામી વર્ષાઋતુને ધ્‍યાને લઈ શાળાઓના ઓરડા, આંગણવાડીઓ, આરોગ્‍ય કેન્‍દ્ર ગ્રામ પંચાયતો, પશુ દવાખાનાઓના બિલ્‍ડિંગોની સ્‍થિતિ ની સમિક્ષા કરી તથા જરુરી લાગે ત્‍યાં મરામત કરવા સુચના ઓ આપી વર્ષાઋતુ દરમિયાન અતિવળષ્ટિ ના કિસ્‍સા માં ખેતીવાડી ક્ષેત્રે નુકશાન થાય તો કે અંગે સર્વે ટીમ સ્‍ટેન્‍ડ બાય રાખવા સુચનાઓ આપી. પશુ પાલન વિભાગ પાસે વર્ષાઋતુ દરમિયાન પશુઓ માટે જરૂરી તમામ  દવાઓનો જથ્‍થો ઉપલબ્‍ધ કરાવવી.

સિંચાઈ વિભાગના ડેમો છે ત્‍યાં વધુમાં વધુ વળક્ષા રોપણ થાય તે માટે પ્રયાસો કરવા આગામી વર્ષાઋતુ  માટે આગોતરા આયોજન અર્થે તાલુકાના સ્‍ટાફની વિગતો,બચાવના સાધનો, વરસાદ માપક યંત્ર, સલામત આશ્રય સ્‍થાન,નીચાણવાળા પૂર ભયગ્રસ્‍ત ગામો, ગામ માં આવેલ તરવૈયા- સ્‍વયંસેવકો ની યાદી તાલુકા વાઇઝ કરવી.વર્ષાઋતુ દરમ્‍યાન તાલુકા કક્ષાએ ભારે વરસાદ,વાવાઝોડા, વીજળી પડવી, પૂર જેવી કુદરતી આપત્તિઓ ને કારણે ઉભી થયેલી મુશ્‍કેલ પરિસ્‍થિતિમાં તાત્‍કાલિક જિલ્લા કક્ષાના ૨૪×૭ કાર્યરત કંટ્રોલ રૂમમાં જાણ કરવા અંગે ,ડિઝાસ્‍ટર રિસ્‍ક મેનેજમેન્‍ટ પ્‍લાન અમલમાં મુકવામાં આવેલ છે. તાલુકા કક્ષાએ તાલુકા આપત્તિ વ્‍યવસ્‍થા પ્‍લાન તથા તમામ ગ્રામ પંચાયતોએ વિલેજ આપત્તિ વ્‍યવસ્‍થાપન પ્‍લાન અદ્યતન કરીને  સ્‍ટેટ ડિઝાસ્‍ટર રિસોર્સ નેટવર્ક પર ઓનલાઇન અપડેટ કરવામાં આવેલ છે.તેમ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ, ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર, કારોબારી ચેરમેન પી. જી. કયાડા,શાસક પક્ષ નેતા  સવિતાબેન ગોહેલ, દંડક શ્રી વિરલભાઈ પનારા,તમામ સમિતિ ચેરમેનઓ,જિલ્લા પંચાયત સદસ્‍યઓ  દ્વારા સંયુક્‍ત રીતે યાદીમાં જણાવવામાં આવેલ છે.

(11:42 AM IST)