<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયોઃ પારડીનો દિનેશગીરી પકડાયો

જી. ટી. ગર્લ્‍સ હાઇસ્‍કૂલની ઓફિસ પાસેથી દોઢ મહિના પહેલા ચોરી થઇ હતીઃ કનુભાઇ બસીયા અને તેજસભાઇ ડેરની બાતમી

રાજકોટ તા. ૧૭: લોધીકા તાબેના ઢોલરા ગામે શિવધારા એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૨૦૧માં સ્‍મશાનની નજીક રહેતાં દિનેશગીરી નવલગીરી અપારનાથી (ઉ.વ.૫૦)ને એ-ડિવીઝન પોલીસે ચોરાઉ મોબાઇલ સાથે પકડી લીધો છે. દોઢેક મહિના પહેલા આ શખ્‍સે ત્રિકોણબાગ નજીક જી. ટી. ગર્લ્‍સ હાઇસ્‍કૂલની ઓફિસ પાસેથી આ મોબાઇલ ફોન ચોરી લીધો હોવાનું ખુલ્‍યું હતું.

ટીમ પેટ્રોલીંગમાં  હતી ત્‍યારે હેડકોન્‍સ. કનુભાઇ બસીયા, કોન્‍સ. તેજસભાઇ ડેરની બાતમી પરથી દિનેશગીરીને મોબાઇલ સાથે પકડી લઇ પુછતાછ કરતાં ગલ્લા તલ્લા કર્યા હતાં. બાદમાં સીઇઆઇઆર પોર્ટલ પર ચેક કરતાં આ ફોન ચોરાઉ હોવાનું ખુલતાં વધુ પુછતાછ કરતાં દિનેશગીરીએ આ ફોન પોતાને મળ્‍યો હોવાનું રટણ કર્યુ હતું. ૧૩ હજારનો ઓપ્‍પો ફોન કબ્‍જે કરી પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી હતી.  ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અંતર્ગત એ-ડિવીઝન પીઆઇ બી. વી. બોરીસાગર, પીએસઆઇ એસ. એમ. રાણા, એએસઆઇ બી. વી. ગોહિલ, એમ. એસ. મકવાણા, હેડકોન્‍સ. કલ્‍પેશભાઇ બોરીચા, કનુભાઇ બસીયા, ધારાભાઇ વનારીયા, સાગરભાઇ માવદીયા, કોન્‍સ. યોગેશભાઇ મકવાણા, ધર્મેશભાઇ ખાંડેખા, તેજસભાઇ ડેરએ આ કામગીરી કરી હતી.

 

(2:37 PM IST)