<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

પરસાણાનગરમાં ગંદા પાણીનો પ્રશ્ન ભૂતકાળ બનશેઃ પાઇપ ગટર કામનો પ્રારંભ


રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૩માં અંદાજીત રૂ. ૧૪ લાખના ખર્ચે પરસાણાનગર-૧ માં પાઇપગટર નાખવાના કામનું ખાતમુહુર્ત ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે ડેપ્યુટી મેયર તથા વોર્ડ નં.૩ના કોર્પોરેટર નરેન્દ્રસિંહ જાડેજા, વોર્ડના કોર્પોરેટરશ્રી શ્રીમતી કુસુમબેન ટેકવાણી, શ્રીમતી અલ્પાબેન દવે, બાબુભાઇ ઉધરેજા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્ય હિતેશભાઇ રાવલ, વોર્ડ વોર્ડ મહામંત્રી રાજુભાઈ જોશી, કપીલભાઈ નથવાણી, દિપકભાઇ દવે, સુનિલભાઇ ટેકવાણી, અભયભાઈ નાંઢા, હેમંતભાઇ અમ્રુતિયા, ચંદ્રેશભાઇ ટેકવાણી, મહેશભાઇ વઘીયા, પ્રકાશભાઇ મારડીયા, બલદેવસિંહ ગોહિલ, ધનેશભાઇ જીવરાજાની, ચંદ્રેશમોલી દવે, યોવનભાઇ મેવાડા, મુકેશભાઇ પરમાર, પીન્ટુભાઇ વાઘેલા,  કપિલભાઇ વાઘેલા, વિનોદભાઇ મનવાણી, કિશોરભાઇ, શંકરભાઇ, મુકેશભાઇ, હિનાબા ગોહિલ, ઇલાબેન પડિયા, શાઇદાબેન ઠેબા, હિરલબેન જાની, તૃીબેન શુકલા, કિરણબેન વાઘેલા વિગેરે તથા વિસ્તારવાસીઓ ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહયા હતા.(૬.૧પ)

(4:03 PM IST)