<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

કોઠારિયા રોડ તીરૂપતી સોસાયટીમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો શ્‍યામ કાકડીયા પકડાયો

ક્રાઇમ બ્રાંચના હેડ કોન્‍સ. દીપકભાઇ ડાંગરની બાતમી

રાજકોટ તા. ૧૯: કોઠારીયા મેઇન રોડ પર તીરૂપતી સોસાયટી સામે ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી મોબાઇલ ફોનમાં આઇ-ડી પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ કોઠારિયા મેઇન રોડ પર તીરૂપતી સોસાયટીના ગેઇટની સામે એક શખ્‍સ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્‍સ. દિપકભાઇ ડાંગરને બાતમી મળતા તીરૂપતી સોસાયટીની સામે દરોડો પાડી મોબાઇલ ફોનમાં આઇડી પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા વેપારી શ્‍યામ પરસોત્તમભાઇ કાકડીયા (રહે. સહકાર મેઇન રોડ, સાધના સોસાયટી શેરી નં. ૧) ને પકડી લઇ મોબાઇલ ફોન કબ્‍જે કરી આઇ.ડી. આપનાર કિશન અજાણીની શોધખોળ હાથ ધરી હતી.

(4:28 PM IST)