તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 19th May 2025
શહેરમાં કમળાનો કહેરઃ પ કેસઃ લોકોમાં ફફડાટ
શરદી-ઉધરસ-ઝાડા-ઉલ્ટીનો રોગચાળો યથાવતઃ સપ્તાહમાં ૧૪૭૯ કેસ :મેલેરીયાનો એક દર્દી નોંધાયોઃ મનપા દ્વારા ર૮૫૭૪ ઘરોમાં પોરાનાશક કામગીરીઃ મચ્છર ઉત્પતી સબબ ૧૩૪ને નોટીસ

રાજકોટ, તા.,૧૯: શહેરમાં શરદી, તાવ, ઝાડા, ઉલ્ટીના ૧૪૭૯ થી વધુ દર્દી મનપા તંત્રનાં ચોપડે નોંધાયા છે. જયારે મચ્છરજન્ય રોગનો એક કેસ નોંધાયો છે.
શહેરમાં છેલ્લા અઠવાડીયામા ગરમીની અસર જોવા મળતા પાણીજન્ય રોગોમાં રાહત જોવા મળી છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૧૨ મે થી તા. ૧૯ મે સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય રોગચાળાના એક કેસ
છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુ , ચિકનગુનીયા કેસ નોંધાયા નથી. જયારે મેલેરીયાનો એક કેસ નોંધાયો છે.
શરદી-તાવના ૧૪૭૯ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૬૨૦ તેમજ સામાન્ય તાવના ૬૨૪ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૨૨૯ કુલ ૧૪૭૯ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૧૪૮૨૮ તેમજ સામાન્ય તાવના ૧૪૦૦૩ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૩૫૧૩ તથા ટાઇફોડનો ૪૧ તેમજ કમળાના ૪૫ તથા મરડાનાં એક પણ કેસ નોંધાયા નથી.
મચ્છર ઉત્પતિ સબબ ૧૩૪ ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૨૮૫૭૪ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૨૭૯ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૬૧૪ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૧૩૪ લોકોને નોટીસ પાઠવી હતી. (૪.૨૧)
(2:40 PM IST)










