તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 19th May 2025
રોહીદાસપરામાં તીનપતીનો જુગાર રમતા પાંચ પકડાયા
બી-ડીવીઝન પોલીસનો દરોડો : કુવાડવા રોડ પર મોબાઇલમાં આઇડી પર જુગાર રમતા ગૌતમને ક્રાઇમ બ્રાંચે દબોચ્યો

રાજકોટ, તા.૧૯: કુવાડવા રોડ પર રોહીદાસપરામાં બી-ડીવીઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા પાંચ શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ રોહીદાસપરા મેઇન રોડ પર કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ કે.એન. જાડેજા, કોન્સ નરેશભાઇ ચાવડા, મનજીભાઇ ડાંગર અને વિશ્વજીતસિંહ ઝાલા સીહતના સ્ટાફે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા રોહીદાસપરામાં રહેતા ગફાર મુસાભાઇ બાવનકા બેડમીયા રજાકમીયા કાદરી, જૂનો મોરબી રોડ ચામડીયાપરાના સિકંદર ઉર્ફે કરીમભાઇ ભાડુલા, પારેવડી ચોક બેડીપરા નથુ મહારાજની શેરીમાં રહેતા મનીષ નટવરલાલભાઇ ચુડાસમા અને રોહીદાસપરાનો અલ્તાફ જુમાભાઇ ખુભીયાને પકડી લઇ રૂ.૨૬,૧૫૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.
જયારે બીજા દરોડામાં ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ હરસુખભાઇ સબાડ અને કોન્સ મયુરધ્વજસિંહ જાડેજાને બાતમી મળતા સ્ટાફ સાથે કુવાડવા રોડ નાગબાઇ પાનની શેરીની અંદર દરોડો પાડી મોબાઇલ ફોનમાં આઇડી પર જુગાર રમતા ગૌતમ સુરેશભાઇ રામાણી (રહે.મારૂતીનગર - ૩ શેરી નં.૧)ને પકડી લઇ આઇ.ડી. આપનાર અનીલ મચ્છાભાઇ ગોલતરની શોધખોળ હાથ ધરી છે
(2:41 PM IST)










