<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

રાજકોટ જીલ્લામાં ૭૦ જેટલી હિજરતી મીલકતો આવેલી છે

ભાગલા વખતે કે તે પછી મીલકત છોડી પાકિસ્‍તાન ચાલ્‍યા ગયેલ મુસલમાનોની મીલકતો કલેકટરતંત્રે મુંબઇ લીસ્‍ટ મોકલ્‍યું... : સૌથી વધુ જેતપુરમાં ૪પ મીલકતોઃબાકી ઉપલેટા-ધોરાજી-ગોંડલમાં આવેલી છેઃમુંબઇથી સૂચના આવ્‍યા બાદ કલેકટર તંત્ર આ મીલકતો અંગે કાર્યવાહી કરશે

 

 

રાજકોટ તા. ૧૯: તાજેતરમાં ભારત-પાકિસ્‍તાન વચ્‍ચે યુધ્‍ધ ફાટી નીકળ્‍યું હતું, જેમાં ભારતે પાકિસ્‍તાનની ખો ભૂલાવી દીધી, હવે કેન્‍દ્ર સરકાર પાક.ની અને ત્‍યાંના રહેવાસીઓની કેડ ભાંગી નાંખવા એક પછી એક કાર્યવાહી કરી રહ્યું છે.

હાલ કેન્‍દ્રની કચેરી કે જેનું વડૂ મથક મુંબઇ આવેલુ છે, તે કસ્‍ટોડીયન ઓફ એનીમી પ્રોપર્ટીએ રાજકોટ સહિત દેશભરમાં કેટલી હિજરતી એટલે કે દુશ્‍મની મીલકતો આવેલી છે, તેની વિગતો પ્રાપ્‍ત કરી છે, આ બાબતે ર થી ૩ મહિના પહેલા મુંબઇથી રાજકોટ કલેકટર સાથે ખાસ વીસી પણ યોજાઇ હતી.

કલેકટર કચેરીના ટોચના અધીકારી સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ જીલ્લામાં ૭૦ જેટલી હિજરતી એટલે કે દુશ્‍મની મીલકતો આવેલી છે, ભારત-પાક. ભાગલા સમયે પાકિસ્‍તાન જતા રહેલા મુસલમાનોની રાજકોટ જીલ્લામાં આવી હાલની કિંમત મુજબ અબજો રૂપિયાની કિંમતની ગણાતી કુલ ૭૦ મીલકતો આવેલી છે, તેમાં એકલા જેતપુર શહેર અને પંથકમાં જ ૪પ મીલકતો આવેલી છે, આ ઉપરાંત ઉપલેટા-ગોંડલ-ધોરાજી પંથકમાં ૧પ થી ર૦ આવી મીલકતો છે, આ તમામનું આખું લીસ્‍ટ-જે લોકો મીલકત છોડી ગયા તેમના નામ સરનામા સાથે, કેટલી જમીનમાં મીલકત ઉભી છે, હાલની સ્‍થિતિ-કેટલી જગ્‍યા, વિગેરે તમામ માહિતી મુંબઇ ખાતે રહેલ કસ્‍ટોડીયન ઓફ એનીમી પ્રોપર્ટી તંત્રને મોકલી  દીધી છે. હવે ત્‍યાંથી નવી સૂચના અને આદેશો આવશે બાદમાં મીલકતની હરરાજી સહિતની કાર્યવાહી કલેકટર તંત્ર કરશે, હાલ તમામ મીલકતો ઉપર કલેકટર તંત્રની નજર છે.

અધીકારી સૂત્રોએ જણાવેલ કે આવી કૂલ ૭૦ મીલકતોમાં કોઇ ઉપર દબાણ નથી, પડતર મીલકત પડી છે, ખાલી પડી છે, જે અંગે પણ રીપોર્ટ કરાયો છે. (૭.ર૯)

 

(2:43 PM IST)