News of Monday, 19th May 2025
રાજકોટ જીલ્લાની ૬પ ગ્રામ પંચાયત અને ર૪ર ગામોની પેટા ચૂંટણીમાં ૩ હજારનો સ્ટાફ મૂકાશેઃ તાલીમના આદેશો
આગામી ર૩ મેના રોજ લેન્ડ ગ્રેબીંગઃ ૮૦ કેસોઃ ર૦ને રૂબરૂ બોલાવાયા... કૂલ ૪૬૮ બૂથઃ એક બૂથ ઉપર પનો સ્ટાફઃ બેલેટ પેપરથી ચૂંટણી...

રાજકોટ તા. ૧૯: આગામી જૂન મહિનાની ૧પ તારીખ બાદ સંભવત રાજય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અંગે જાહેરનામું બહાર પાડી શકે છે, આ સંદર્ભે તમામ તૈયારીઓ શરૂ કરવા, પ્રોવીઝનલ મતદાર યાદી, ફાઇનલ મતદાર યાદી, ચૂંટણી સ્ટાફ, બેલેટ પેપર, પોલીસ સ્ટાફ, સ્ટાફની તાલીમ, સંવેદનશીલ બૂથો અંગે કાર્યવાહી શરૂ કરવા કલેકટરોની સૂચના અપાઇ છે.
રાજકોટ જીલ્લાની વાત કરીએ તો જીલ્લાની ૬પ ગ્રામ પંચાયતમાં સામાન્ય ચૂંટણી તો ર૪ર ગામોમાં પેટા ચૂંટણી થશે, કૂલ ૪૬૮ બૂથ રહેશે, એક બૂથ ઉપર પનો સ્ટાફ મૂકાશે, કુલ ૩ હજાર જેટલો સ્ટાફ મૂકાશે, અને તે માટે જે તે તાલુકામાંથી ચૂંટણી સ્ટાફના ઓર્ડરો નીકળશે, હાલ ઓર્ડરો કરી સ્ટાફની તાલીમ શરૂ કરી દેવા આદેશો કરાયા છે, ગ્રામ પંચાયતમાં ચૂંટણી બેલેટ પેપરથી થશે.
દરમિયાન તા. ૧૬ની કેન્સલ થયેલ લેન્ડ ગ્રેબીંગ કમિટીની બેઠક હવે તા. ર૩ના રોજ યોજાશે, આ માટે અંદાજે ૮૦ થી વધુ કેસો મૂકાશે, જેમાં ર૦ થી રપ લોકોને રૂબરૂ હાજર રહેવા નોટીસો અપાઇ છે.
(4:28 PM IST)










