તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 19th May 2025
કરાટેમાં અકિલ વસાનો ખેલ મહાકુંભમાં રાજયકક્ષામાં ત્રીજો નંબર
જુદી-જુદી સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શનઃ હવે એથલેટીકસ તૈયારી ‘અકિલા' કાર્યાલય ખાતે અકિલ વસા અને તેમના માતા હસીનાબેને વિગતો વર્ણવી હતી ખેલ મહાકુંભ સહિત જુદી-જુદી સ્પર્ધાઓમાં અકિલ વસાએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરતા તેનું સન્માન કરાયુ હતું

રાજકોટ, તા. ૧૬: રાજકોટનાં કરાટેના હોનહાર ખેલાડી અકિલ વસાએ ખેલ મહાકુંભમાં રાજયકક્ષાએ ત્રીજો નંબર પ્રાપ્ત કરીને રાજકોટ શહેર તથા વસા પરિવારનું ગૌરવ વધાર્યુ છે.
અકિલ વસાએ તેમના માતા હસીનાબેન સાથે ‘અકિલા' કાર્યાલયની મુલાકાત લઇને સિધ્ધીઓ વર્ણવી હતી.
અકિલ વસાએ જણાવ્યું હતું કે વર્ષ ર૦ર૪-રપ માં અનેક ક્ષેત્રે કિલો વજનની કેટેગરીની સ્પર્ધામાં જુદી-જુદી જગ્યાએ ભાગ લીધો છે.
જેમાં મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટમાંથી ખેલકૂદ મહોત્સવમાં સન્માન કરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યુ છે. જેમાં શાળાકીય ગેમ્સમાં રાજકોટમાં પ્રથમ અંક પ્રાપ્ત કર્યો છે. વાડોકાઇ એસોસીએશનના ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ત્રણ અંક પ્રાપ્ત કરેલ છે.
અંડર ૧૭ અને ૭૦ થી ૭૪ ૩.૦ માં રાજયકક્ષાએ ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે.
ર૦રપ માં વાડોકાઇ એસોસીએશનમાં રાજયકક્ષાએ બીજો અંક પ્રાપ્ત કરેલ છે તેમ અકિલ વસાએ જણાવ્યું છે.
અકિલ વસાને કરાટેની તાલીમ બાલભવનમાં કોચ રણજીભાઇ ચૌહાણ અને જયદિપભાઇ જોષી આપી રહયા છે. જયારે શ્રી મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલીત શ્રી માતૃમંદિર ઇગ્લીશ મિડીયમ હાઇસ્કુલ રાજકોટમાં કોચ ગીતાબેન ડોબરીયા તાલીમ આપી રહયા છે.
અકિલ વસા હાલમાં એથ્લેટીકસ માટે તૈયારી કરે છે. તેના દાદા બોદુભાઇ વસા, દાદી કુલસુમબેન વસા, પિતા ચકબરભાઇ વસા, માતા હસીનાબેન વસા સહિતના ખુબજ સહયોગ આપી રહયા છે.
(3:29 PM IST)










