<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

મનપાના આરોગ્‍ય અધિકારી પાસેથી નાણાકીય સતા છીનવાઇ

કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમ વખત આકરો નિર્ણય : ભાજપ સંકલનમાં ડો.જયેશ વકાણી વિરૂધ્‍ધ થયેલ રજુઆત, ફરિયાદ બાદ સ્‍ટે.ચેરમેન જયમીન ઠાકર લાલઘુમઃ કમિશનર સાથે ચર્ચા બાદ મોટો હુકમ

 

 

રાજકોટ તા. ૧૯: મહાનગરપાલિકાના  આરોગ્‍ય અધિકારી તરીકે ફરજ બજાવતા ડો. જયેશ વકાણી પાસેથી નાણાકીય સહિતની સત્તા અચાનક આંચકી લેવાતા ચકચાર મચી ગઈ છે.

આ સતાવાર સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અસહકાર તેમજ નકારાત્‍મક પધ્‍ધતિથી કામ કરવું અને ગરબડ સહિતના મુદ્દે કોર્પોરેટરો દ્વારા સ્‍ટેન્‍ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરને ફરિયાદ થતાં અંતે સ્‍ટેન્‍ડીંગ ચેરમેને મ્‍યુનિસિપલ કમિશનરને ડો. જયેશ વકાણીની સત્તામાં મોટો કાપ મુકવા પત્ર લખ્‍યો. આ પત્રને ધ્‍યાને લઇ કમિશનર દ્વારા આજે આરોગ્‍ય અધિકારી પાસેથી નાણાકીય બાબતો સહિતની સતા છીનવી લેવા હુકમ કર્યો હતો.

 નાયબ કલેક્‍ટરને તમામ સત્તા સોંપી

મ્‍યુનિસિપલ કમિશનરે આજે પરિપત્ર જાહેર કરી આરોગ્‍ય અધિકારી ડો. જયેશ વાકાણીને આપેલ નાણાકીય સહિતની સત્તા પરત લઈ આરોગ્‍ય શાખાના જુદા જુદા વોર્ડમાં આરોગ્‍ય કેન્‍દ્ર તેમજ આરોગ્‍ય વિષયક પ્રાથમિક સુવિધાઓ અંતર્ગત વહીવટી સરળતા ખાતર આરોગ્‍ય શાખાની રોજબરોજની કામગીરી તેમજ બાકી તમામ સત્તા નાયબ કલેક્‍ટર (મધ્‍યાન ભોજન) કિર્તન એ. રાઠોડને હાલની કામગીરી ઉપરાંત વધારાની કામગીરી સુપ્રત કરવાનો હુકમ કરવામાં આવ્‍યો છે. તેમજ તમામ નાણાકીય બાબતોનીવિગતો નાયબ કમિશનરના ધ્‍યાને મુકવાની સુચના આપવામાં આવી છે.

બે-ત્રણ મહિનામાં આરોગ્‍ય અધિકારી પરત જશે !!!

મહાનગરપાલિકાના આરોગ્‍ય અધિકારી જયેશ વકાણી વિરુદ્ધ કોર્પોરેટર અને શાસકપક્ષે મોરચો માડ્‍યો છે. અને મ્‍યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવી તેમની પાસેથી નાણાકીય સહિતના સત્તા આંચકી લેવામાં આવી છે. ત્‍યારે સુત્રોના જણાવ્‍યા મુજબ સરકાર દ્વારા નિમણુંક થયેલ આરોગ્‍ય અધિકારીઓને પરત મોકલવા માટે એકાદ મહિનામાં જનરલ બોર્ડમાં ઠરાવ કરવામાં આપવાની ચર્ચાએ જોર પકડયું છે.(૨.૨૪)

(3:42 PM IST)