તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 19th May 2025
સાવત્થી તીર્થધામના આંગણે શ્રી સામુહિક ભકતામર મહાપૂજન
પૂ.બા મહારાજની ૩૪મી પુણ્યતિથી ઉપલક્ષે તા.૨૮ને બુધવારના રોજ ભકિતભીનું આયોજન પૂ.આ.દેવ જિનચન્દ્રસૂરિશ્વરજી મહારાજા આદિ મુનિગણની નિશ્રામાં વિવિધધ ધાર્મિક અનુષ્ઠાનો યોજાશે

રાજકોટ, તા.૧૯: અમદાવાદ નેશનલ હાઈવે સ્થિત શ્રી સંભવનાથ જિન મંદિર ટ્રસ્ટ, સાવત્થી તીર્થધામ મુકામે તા.૨૮ને બુધવારના રોજ પૂ.સાધ્વીજી શ્રી પ્રશમપ્રભાશ્રીજી મહારાજ (પૂ.બા મહારાજ)ની ૩૪મી પુણ્યતિથીના ઉપલક્ષમાં ૪૮ જોડા સાથે સામુહિક શ્રી ભકતામર મહાપૂજનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સામુહિક શ્રી ભકતામર મહાપૂજનમાં પૂ.આ.દેવ શ્રીમદ્ વિજય જિનચન્દ્રસૂરીશ્વરજી મહારાજા સાહેબ આદિ મુનિગણ પાવન નિશ્રા પ્રદાન કરશે. મહાપૂજનનો શુભારંભ સવારે ૧૨:૦૧ કલાકે થશે. જેમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો યોજાશે.
સમગ્ર મહાપૂજનમાં સવારે ૯ કલાકથી પૂ.બા મહારાજની મૂર્તિ ઉપર પ્રક્ષાલ પૂજા પ્રારંભ થશે. જેનો લાભ નરેન્દ્રભાઈ શાંતિલાલ શાહ, કિશોરીબેન નરેન્દ્રભાઈ શાહ તથા સમસ્ત પરિવારે લીધેલ છે.
પૂ.બા મહારાજની મૂર્તિ ઉપર હાર પરિધાનના લાભાર્થી હેમલભાઈ પ્રવિણભાઈ શાહ, ધ્વનિબેન હેમલભાઈ શાહ (અમદાવાદ) તથા સમસ્ત પરિવારે લાભ લીધેલ છે. ઉપરાંત પૂ.બામહારાજની આરતીનો લાભ જામનગર નિવાસી સુનીલભાઈ પ્રતાપરાય મણીયાર, નિકુંજાબેન સુનીલભાઈ મણીયાર તથા સમસ્ત પરિવારે લીધેલ છે. પં. ગુરૂદેવશ્રી બેસતા મહિનાનું માંગલીક ફરમાવશે.
ત્યારબાદ સવારે ૯:૦૧ કલાકે ૪૮ જોડા સાથે પ્રભુભકિતમય સામુહિક શ્રી ભકતામર મહાપૂજનનો મંગલ પ્રારંભ થશે.
સાતમાં સૈકામાં વારાણસી નગરીમાં જૈનાચાર્ય શ્રી જિનસિંહસૂરિજી મહારાજા પાસે દિક્ષીત બનેલા અને જૈનાચાર્ય માનદેવસૂરિજી મહારાજાની પાટે આવેલા જૈનાચાર્યશ્રી માનતુંગસૂરિશ્વરજી મહારાજા કાશીનગરમાં શ્રી હર્ષમહારાજાની રાજસભામાં શક્તિ પરિક્ષણમાં મયૂર પંડિત આવેલા ત્યારબાદ જૈનાચાર્યની શક્તિ પરિક્ષણમાં શ્રી માનતુંગસૂરીજી મહારાજાને ૪૮ બેડીઓ પહેરાવેલી સાતમાં અંધારા ઓરડામાં રાખેલા તે શુભ પળે જિનશાસનની મહાન પ્રભાવના માટે અને જૈનાચાર્યની શક્તિ પરીક્ષણ વેળાએ શત્રુંજય તીર્થાધીપતિ યુગાધિદેવ શ્રી આદિનાથપ્રભુજીની સ્તવના મયથી રમ્ય શ્રી ભક્તામર સ્તોત્રની રચના કરતા ગયા... તેમ તેમ બેડીઓ તુટતી ગઈ... મંત્ર શક્તિનો પ્રભાવ જામતો ગયો આ હતી આચાર્ય દેવની ખુમારી.
(4:16 PM IST)










