<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

કલેકટર કચેરીમાં મેડીકલ ચેકઅપ કેમ્‍પ : પથી ૭ ટકા કર્મચારીઓ હાઇ-લો બીપી- ડાયાબીટીસના દર્દીઓ : તાકિદે સારવાર અંગે સૂચના

કલેકટરનું ફાયર NOC અંગે ચેકીંગ : ૪૦ થી ૫૦ બાટલા બદલી નાંખવા આદેશો...

રાજકોટ, તા.૨૧: રાજકોટ કલેકટરે અગમચેતી રૂપ એક નિર્ણય લઇ પોતાના કર્મચારીઓ માટે શનિવારે બપોર બાદ કલેક્‍ટર કચેરી ખાતે એક ફ્રી મેડિકલ કેમ્‍પ યોજાયો હતો. આ કેમ્‍પમાં ડોક્‍ટર પદ્મા કુંવરબા હોસ્‍પિટલના ડોક્‍ટરો અને નર્સિંગ સ્‍ટાફે સેવા આપી હતી.

કેમ્‍પમાં રાજકોટ કલેકટર કચેરીના કુલ ૧૬૦ કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કરાયું હતું જેમાં કિડની, લીવર કોલેસ્‍ટ્રોલ, હાઈબીપી, લો બીપી, ડાયાબિટીસ વગેરે બાબતની ચકાસણી થઈ હતી. ચકાસણીના અંતે પાંચ થી સાત ટકા કર્મચારીઓને હાઈ બીપી- લો બીપી અને ડાયાબિટીસ હોવાનું બહાર આવ્‍યું છે આ બાબતે કલેકટરે આ પાંચથી સાત ટકા કર્મચારીઓને તાકીદના ધોરણે પોતાના ફેમિલી ડોક્‍ટરની સલાહ લેવા સૂચના આપી હતી.

દરમિયાન કલેકટરે શનિવારે બપોર પછી કલેક્‍ટર કચેરીમાં ચેકિંગ હાથ ધરી ફાયર એનઓસી અંગે તપાસ કરી હતી અને ફાયર ની તમામ સિસ્‍ટમ અને બાટલા તપાસ્‍યા બાદ ૪૦ થી ૫૦ એક્‍સપાયરી બાટલા હોય એમ  તાકીદે બદલાવી નાખવા સૂચના આપી હતી તેમજ જે બાટલા બદલાવવામાં આવશે તેના દ્વારા કર્મચારીઓને ફાયર અંગેની ખાસ તાલીમ આપવા કાર્યવાહી હાથ ધરાશે.

(2:01 PM IST)