તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 21st May 2025
કલેકટર- ખનીજ તંત્ર દ્વારા એક વર્ષમાં ૨૨ કરોડની ખનીજ ચોરી અને દંડની વસૂલીઃ મહેસૂલી આવકમાં વધારો

રાજકોટ તા.૨૧: રાજકોટ જીલ્લા કલેકટર તથા ડીસ્ટ્રીક મેજીસ્ટ્રેટ શ્રી પ્રભવ જોષીના નેતૃત્વ અને ભુસ્તરશાષાીશ્રી અંકિત ભટ્ટના માર્ગદર્શન હેઠળ ભુસ્તરવિજ્ઞાન અને ખનિજ કચેરી- રાજકોટ ટીમ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં રોયલ્ટી તેમજ અન્ય ઓનલાઇન આવક પેટે કુલ રૂા.૧૨.૬૯ કરોડની આવકની સામે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ અન્વયે કુલ રૂ.૧૬.૭૨ કરોડની ખનીજ ચોરી ઝડપી લીધી હતી.
ધી ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેઝ) રૂલ્સ ૨૦૧૭ મુજબ બિન અધિકૃત ખનીજ વહન, ખનન, સંગ્રહ અન્વયે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં કુલ ૨૩૮ કેસોમાં રૂ.૩.૭૭ કરોડની આવકની સામે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ અન્વયે કુલ ૨૮૮ કેસોમાં રૂ.૫.૦૨ કરોડની દંડની રકમ આકરાયાનું કલેકટર કચેરીના સુત્રોએ ઉમર્યુ હતું.
દરમ્યાન કલેકટરે ઉમયું હતું કે વધુમાં નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ પર્યાવરણીય નુકશાન પેટેના ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશનમાં કુલ રૂ.૧.૭૨ કરોડની આવકની સામે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ અન્વયે કુલ રૂા.૨.૨૪ કરોડની આવક થઇ છે.
આમ, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં કુલ રૂ.૧૬.૫૦ કરોડની આવક સામે ૨૦૨૪-૨૫માં કુલ રૂ.૨૧.૭૫ કરોડની ખનીજ ચોરી અને દંડની રકમ વસૂલાયાનું નોંધનીય બન્યું છે.
(2:37 PM IST)










