<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

રાજીવ ગાંધીની પુણ્‍યતિથિઃ પુષ્‍પાંજલિ દ્વારા શ્રધ્‍ધાંજલી પાઠવતી શહેર કોંગ્રેસ સમિતિ

રાજકોટઃ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ રાજકોટના રેસકોર્સ સંકુલમાં એરપોર્ટ રોડ સામે આવેલ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમાને ભાવભરી શ્રદ્ધાંજલિ સાથે પુષ્‍પાંજલિ અર્પણ કરાઈ હતી.  આધુનિક ભારતના સ્‍વપ્ન દ્રષ્ટા ભારતના પનોતા પુત્ર અને દેશના યુવા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી ની પુણ્‍યતિથિ નિમિત્તે રાજીવ ગાંધી અમર રહો જબ તક સુરજ ચાંદ રહેગા રાજવીજી તેરા નામ રહેગા સ્‍લોગન સાથે રેસકોર્સમાં પુષ્‍પાંજલિના કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી, જશવંતસિંહ ભટ્ટી, કોર્પોરેટર કોમલબેન ભારાઈ, નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ બોરડ, શાંતાબેન મકવાણા, અહેસાન ચૌહાણ, મનીષાબા વાળા, સલીમભાઈ કારિયાણી, વિક્રમભાઈ સોલંકી, લાખાભાઈ ઊંધાડ, શાંતાબેન મકવાણા, જલ્‍પેશભાઈ વાઘેલા, ગીરીશભાઈ ઘરસંડીયા, રેણુકાબેન રાછડીયા, ઠાકરશીભાઈ ગજેરા,  હરેશભાઈ ભારાઈ, જીતુભાઈ ઠાકર, અમિતભાઈ ઠાકર, ગજેન્‍દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

(2:58 PM IST)