News of Wednesday, 21st May 2025
રૂખડીયાપરામાં પોલીસ પર હુમલો અને મારામારીમાં સામેલ કમલેશ પાસામાં ધકેલાયો
પ્ર.નગર પોલીસના પી.આઇ. વી.આર. વસાવા તથા સ્ટાફે વોરંટની બજવણી કરી કમલેશ ઉર્ફે લાલુ ઉર્ફે જાંબુને સુરત જેલ હવાલે કર્યો

રાજકોટ, તા. ર૧: શહેરના રૂખડીયાપરામાં પોલીસ ઉપર હુમલો અને મારામારીના ગુનામાં સામેલ નામચીન માજીદ ભાણુના સાગરીતને પાસામાં ધકેલી દીધો છે.
મળતી વિગત મુજબ રૂખડીયાપરામાં ત્રણેક મહિના પહેલા નામચીન માજીદ ભાણુને પકડવા માટે ગયેલા પ્ર.નગર પોલીસ સ્ટાફ ઉપર ટોળાએ પથ્થરમારો અને પોલીસ વાનમાં તોડફોડ કરી હતી. આ બનાવમાં પ્ર.નગર પોલીસે નામચીન માજીદ ભાણુના સાગરીત કમલેશ ઉર્ફે લાલુ ઉર્ફે જાંબુ કાળુભાઇ પરમાર (ઉ.વ.રપ) (રહે. જામનગર રોડ પર વાલ્મીકી વાડી શેરી નં. ર) ની ધરપકડ કરવામાં આવી હતી. કમલેશ મારામારી સહિતના અનેક ગુનામાં સામેલ હોઇ તેથી તેને પાસામાં ધકેલવા માટે પીસીબીના ઇન્ચાર્જ પી.આઇ. એમ.આર. ગોંડલીયા તથા પી.આઇ. એમ. જે. હુણ, એ.એસ.આઇ. રાજુભાઇ દહેકવાલ, હેડ કોન્સ ઇન્દુભા સીસીદીયાએ દરખાસ્ત કરતા પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશ ઝા એ વોરંટ ઇશ્યુ કરતા પ્ર.નગર પોલીસ મથકના પી.આઇ. વી.આર. વસાવા સહિતના સ્ટાફે કમલેશ ઉર્ફે લાલુ ઉર્ફે જાંબુની પાસા હેઠળ અટકાયત કરી સુરત જેલ હવાલે કર્યો હતો.
આ કામગીરી પી.આઇ. વી.આર. વસાવા, પી.એસ.આઇ. જે.બી. રાણીંગા, આર.કે. ગોહિલ, એ.એસ.આઇ. રવીભાઇ વાઘેલા, હેડ કોન્સ જેન્તીભાઇ વાવડીયા, મયુરરાજસિંહ જાડેજા, કોન્સ ચાપરાજભાઇ ખાવડ, તોફીકભાઇ મંઘરા, રીયાઝભાઇ ભીયૌત્રા, વનરાજભાઇ બોરીચા, રવીભાઇ ચાવડા અને ધર્મેશભાઇ મોણપરા દ્વારા કરવામાં આવી હતી.
(2:47 PM IST)










