News of Wednesday, 21st May 2025
રાજકોટને જાદુઇનગરી બનાવતા જુનિયર જાદુગર મંગલ અને યુવરાજ
જાદુની અદભૂત કમાલ સાથે જબરદસ્ત જમાવટ : પ્રેક્ષકો અચંબામાંથી બહાર આવીને તાળીઓના ગડગડાટથી જાદુની આઈટમને વધાવે છે : જાદુગર યુવરાજ સ્ટેજ પર બાઇક ચલાવતા હોય અને બીજી સેકન્ડે બાઇક સાથે પ્રેક્ષકોની વચ્ચે પ્રગટ થાય તે જોઇ ભલભલા દંગ રહી જાય છે : હેમુગઢવી ઓડિટોરિયમ ખાતે દરરોજ રાત્રે ૯.૩૦ કલાકે જ્યારે રવિવારે બે શો સાંજે ૬ કલાકે અને રાત્રે ૯.૩૦ કલાકે : આર્ટ ઇન્ડિયાના મહેન્દ્રભાઇ શાહ, ધીરેનભાઇ શાહ અને મધુભાઇ બલર દ્વારા જુનિયર જાદુસમ્રાટ મંગલના મેજિક શોનું રાજકોટમાં ધમાકેદાર આયોજન

રાજકોટ, તા.૨૧: જોજો રહી ન જતા... વિશ્વ વિખ્યાત જાદુગર જુનિયર મંગલ અને જાદુગર યુવરાજ છેલ્લા કેટલાક સમયથી રાજકોટના હેમુગઢવી ઓડિટોરીયમમાં આવ્યા છે અને સમગ્ર રાજકોટને તેમના હેરતભર્યા જાદુથી જાણે જાદુઇનગરી બનાવી દીધી છે. ચારેકોર એક જ ચર્ચા થઇ રહી છે કે જાદુગર જુનિયર મંગલનો શો જોવો જ પડશે અને આ હકીકત છે. અજબ-ગજબની માયાજાળ અને અજોડ કરામતો સર્જતા આ જાદુગરોએ રાજકોટમાં રીતસર ધૂમ મચાવી છે.
જાદુગર મંગલ નામ એટલું બધું પ્રખ્યાત થયું કે તેમના પરિચિત - લોકો જે જાદુના શો કરે છે તેઓ પણ પોતાના નામની પાછળ મંગલ લગાવી શો કરવા લાગ્યા છે. જોકે જાદુગર જુનિયર મંગલ પાસે તેના કોપીરાઇટ્સ પણ છે. રાજકોટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પલવારમાં હાજર અને ગોરીલો ગાયબ થઇ જાય તે મેજિક અદભૂત દર્શાવે છે. તે ઉપરાંત બીજી અન્ય મેજીક ટ્રીક જોઇને દર્શકો અચંબીત થઇ જાય છે. જેમકે, જાદુગર યુવરાજ સ્ટેજ પર બાઇક ચલાવતા હોય અને બીજી સેકન્ડે બાઇક સાથે પ્રેક્ષકોની વચ્ચે પ્રગટ થાય તે જોઇ ભલભલા દંગ રહી જાય છે. તો વળી, એક મોટી પેટીમાં પુરાયેલ માણસ અચાનક ગુમ થઇ જાય છે. પ્રેક્ષકોમાંથી લોકોને સ્ટેજ પર બોલાવી લાઇટનો બલ્બ કરે પછી તેમાંથી વાયર દુર કરે અને જે લોકો સ્ટેજ પર આવ્યા હોય તેઓ બલ્બને અડે તો વિજળી વિના બલ્બ સળગે છે. એજ રીતે મશિન વિના શરીરના બે ટુકડા કરવા, બાળકોને સ્ટેજ પર બોલાવી ડાન્સ કરાવવો સહિતના અનેક હેરતભર્યા પ્રયોગોની હારમાળા દરરોજ સર્જાઇ રહી છે.
ભારતના જાદુગરો ભારતની સંસ્કળતિ પ્રમાણે ટ્રેડિશનલ પોશાક પહેરીને મેજિક શો કરતા હોય છે જે જાદુગરોની એક ઓળખ સમાન છે. જાદુગર જુનિયર મંગલ અને જાદુગર યુવરાજ પણ લોકોને પસંદ પડે તેવા કલરફુલ પોશાકમાં સ્ટેજ પર આવે છે. રાજકોટમાં લોકોને ૪૫૦ થી વધુ મેજિક બતાવી મંત્રમુગ્ધ બનાવી દે છે. હાલ પણ ગામે ગામથી લોકો આ જાદુસમ્રાટના જાદુને માણવા આવી રહ્યા છે. બાળકોથી લઇ ઘરના વડિલ સહિત આખો પરિવાર એક સાથે બેસીને માણી શકે તેવો પારિવારિક મેજિક શો અલગજ દુનિયામાં લઇ જાય છે.
જાદુગર જુનિયર મંગલ દ્વારા જાદુના પ્રયોગો રજુ કરવાની એક અલગ સ્ટાઇલ છે. હાઈફાઈ સાઉન્ડ સિસ્ટમ્સ અને દરેક આઈટમ ને અનુરૂપ ધમાકેદાર મ્યુઝિક અને લાઇટિંગ ઇફેક્ટના કારણે જાદુગર જુનિયર મંગલના જાદુના ખેલ દર્શકોમાં છવાઈ જાય છે. તેઓની સ્ટેજ પર એન્ટ્રી સાથે ચપળતા, ગજબનાક સ્ફૂર્તિ સાથેનું પ્રેઝન્ટેશન દાદ માગી લે તેવું હોવાથી તેઓ અન્ય જાદુગર કરતાં અલગ અસર ઊભી કરી શકયા છે. ગોરીલાનું ગાયબ થવું, સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યુને પ્રગટ કરવું, ક્વિક બોક્સ, ક્રોસ મીસ્ટ્રી જેવી અનેક આઈટમો નિહાળીને પ્રેક્ષકો દંગ રહી જાય છે. પ્રેક્ષકો અચંબા માંથી બહાર આવીને તાળીઓના ગડગડાટથી જાદુની આઈટમને વધાવે છે.
જાદુગર જુનિયર મંગલ અને જાદુગર યુવરાજ આ અગાઉ રાજકોટમાં રેકોર્ડ બ્રેક હાઉસફુલની હારમાળા સર્જી ચૂકયા છે. કેટલાય વર્ષોથી સમગ્ર ભારતભરમાં અનેવિદેશોમાં પણ તેઓના મેજિક શો લોકપ્રિયતા સાથે અને સફળતાપૂર્વક ચાલી રહૃાા છે.
રાજકોટમાં હાલ હેમુગઢવી ઓડિટોરીયમ ખાતે તેમના મેજિક શો ચાલી રહ્યા છે. દરરોજ રાત્રે ૯.૩૦ કલાકે જ્યારે રવિવારે બે શો સાંજે ૬ કલાકે અને રાત્રે ૯.૩૦ કલાકે રજુ થાય છે. ટીકીટનું વેચાણ હોલ પર સવારે ૧૦ થી ૧ અને સાંજે ૫ વાગ્યાથી થાય છે. બુક માય શો પરથી પણ ઓનલાઇન ટીકીટ મેળવી શકાય છે. ૭૯૯૦૫૫૫૬૩૬ પર ટીકીટ અને શો માટે સંપર્ક કરી શકાય છે.
આર્ટ ઇન્ડિયાના મહેન્દ્રભાઇ શાહ, ધીરેનભાઇ શાહ અને મધુભાઇ બલર દ્વારા જુનિયર જાદુસમ્રાટ મંગલના મેજિક શોનું રાજકોટમાં ધમાકેદાર આયોજન થયું છે. દરરોજ હાઉસફુલ જતા આ શો ને અચૂક માણવા જેવો છે. તો આવો છો ને...
(3:00 PM IST)










