<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

રેલનગરમાં સાનીયા શેખ અને જામનગરથી આવેલા માતા-પિતા પર પતિ, સાસુ અને સસરાનો હુમલો

લગ્ન બાદ સસરા શંકા કરી મોબાઇલમાં વાતો રેકોર્ડ કરતા હોવાનો આક્ષેપઃ માતા-પિતા જામનગરથી મળવા આવતાં ડખ્‍ખો કરાયો

રાજકોટ તા. ૨૧: રેલનગર સનરાઇઝ સ્‍કૂલ્લ પાસે શ્‍યામકૃષ્‍ણ એપાર્ટમેન્‍ટમાં રહેતી સાનીયા સલમાન શેખ (ઉ.વ.૨૦) નામની પરિણીતાને તેના પતિ સલમાન, સાસુ તેમજ સસરાએ ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં પ્ર.નગર પોલીસને જાણ કરાઇ હતી.

સાનીયાએ જણાવ્‍યું હતું કે તેના લગ્ન બે વર્ષ પહેલા થયા છે. પતિ હાલમાં કંઇ કામ કરતો નથી. લગ્ન બાદ સસરા હું કોઇ સાથે વાત કરતી હોઉ તો તેનું ફોનમાં ઓડિયો રેકોર્ડીંગ કરી શંકા કરતાં હોઇ આ બાબતે વાંધો ઉઠાવતાં બોલાચાલી થતાં પોતે રિસામણે ગઇ હતી. થોડા સમય પહેલા જ સમાધાન થતાં પરત સાસરે આવી છે. ગઇકાલે જામનગરથી તેના માતા હુશેનાબેન અને પિતા સલીમભાઇ રજાકભાઇ રાજકોટ પોતાના ઘરે ખબર પુછવા આવ્‍યા હોઇ આ બાબતે પતિ, સાસુ, સસરાને ન ગમતાં ઝઘડો કરી મને માર માર્યો હતો. મારા માતા-પિતા વચ્‍ચે પડતાં તેને પણ મારકુટ કરી લીધી હતી. આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:09 PM IST)