<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

મનપા દ્વારા છેલ્લા બે વર્ષમાં ૪.૬પ લાખ વૃક્ષોની વાવણી

સૌથી વધુ વોર્ડ નં ૧,૩,૧૧,૧ર,૧૮ ના વિસ્‍તારો કરાયા લીલાછમ

 

 

 રાજકોટ,  તા., ૨૧ : મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગ્રીનરી વધારવા માટે  છેલ્લા બે વર્ષમાં વિવિધ વિસ્‍તારમાં ૪.૬પ લાખ વૃક્ષોનું વાવેતર કર્યાનું મનપા તંત્રએ સતાવાર સભ્‍યના પ્રશ્નના ઉતરમાં જણાવ્‍યું છે.

જનરલ બોર્ડમાં ભાજપના સભ્‍યો દ્વારા માંગવામાં આવેલ માહિતીના આધારે મનપાની ગાર્ડન શાખા દ્વારા છેલ્લા બે વર્ષમાં ૪.૬૫ લાખ વળક્ષોનું વાવેતર કર્યાનું જણાવવામાં આવ્‍યું છે. અને આગામી વર્ષોમાં પણ વધુ પાંચ લાખ વળક્ષ વાવવામાં આવશે તેવું જણાવ્‍યું છે. વોર્ડવાઈઝ વળક્ષારોપણની જરૂરિયાત છેલા વર્ષમાં વોર્ડ નં. ૧ માં ૭૫૪૨૭, વોર્ડ નં. ૨માં ૨૨૯, વોર્ડ નં. ૩માં ૪૦,૬૨૮, વોર્ડ નં. ૪ ૧૭૦, વોર્ડ નં. ૫ માં ૯૦, વોર્ડ નં. ૬માં ૩૦, વોર્ડ નં. ૭માં ૫૩, વોર્ડ નં. ૮માં ૧૨૮, વોર્ડ નં. ૯ માં ૨૧૫, વોર્ડ નં. ૧૦માં ૪૩૦, વોર્ડ નં. ૧૧માં ૩૬,૫૫૯, વોર્ડ નં. ૧૨માં ૮૦૮૩, વોર્ડ નં. ૧૩માં ૧૮૧, વોર્ડ નં. ૧૪માં ૩૧, વોર્ડ નં. ૧૫માં ૨૨૬૩, વોર્ડ નં. ૧૬માં ૪૧, વોર્ડ નં. ૧૭માં ૪૬, વોર્ડ નં. ૧૮માં ૩૦૩૩ વળક્ષોનું રોપણ કર્યાનું ચોપડામાં દર્શાવવામાં આવ્‍યું છે. વળક્ષારોપણનો કાર્યક્રમ દરેક વોર્ડમાં કરવામાં આવી રહ્યો છે. ત્‍યારે ન્‍યારી ડેમ ખાતે વર્ષ ૨૦૨૩-૨૪માં ૨ લાખ વળક્ષનું વાવેતર કરવામાં આવેલ જે ૨૪-૨૫માં જીરો રહેલ છે. તેવી જ રીતે નાકરાવાડી ખાતે ૨,૯૭,૭૩૬ વળક્ષોનું વાવેતર કરવામાં આવ્‍યું છે. જેના લીધે કુલ વળક્ષારોપણની સંખ્‍યા ૪૬૫૩૭૩ બતાવવામાં આવી છે. જ્‍યારે ૨૦૨૫-૨૬ એટલે કે ચાલુ વર્ષમાં એડવાન્‍સ વેરો ભરતા દિવ્‍યાંગો તેમજ એક્‍સ આર્મીમેન દ્વારા ૪૦ હજાર વળક્ષો તથાપીપીપી ધોરણે ૧૦ હજાર તેમજ ૧૦ હજાર વળક્ષનું વિતરણ અને ગાર્ડન હેતુના પ્‍લોટમાં ૨૫ હજાર વળક્ષો અને મનપાના આઈલેન્‍ડ પ્‍લાન્‍ટેશન ૧૦ હજાર વળક્ષો સહિત કુલ ૫ લાખ નવા વળક્ષો વાવવાનું આયોજન પણ ચોપડે કરવામાં આવ્‍યું છે.

(4:23 PM IST)