તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 21st May 2025
GPSC ની લેખિત પરીક્ષામાં ગેરરીતિથયાની આશંકાઃ ઓબીસી જનજાગરણ મંચ

રાજકોટ તા.૨૧: OBC જનજાગરણ મંચના કરણાભાઈ માલધારી તેમજ એડવોકેટ તનસુખભાઈ ગોહેલ જનજાગરણ મંચના પ્રમુખે એક યાદીમાં જણાવેલ છે કે તાજેતરની GPSC ની પરિક્ષામાં થયેલ ગેરરીતી અંગે તપાસ કરવા બાબતે OBC જનજાગરણ મંચના નેજા નીચે ગુજરાતના મુખ્યમંત્રીના પ્રતિનીધી કલેકટરશ્રી રાજકોટ ને એક આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઇ છે.
તાજેતરમાં GPSC ની લેખીત પરિક્ષામાં પાસ થયા તે વિર્ઘાથીઓના મૌખક ઇન્ટરવ્યુ લેવાણા તેમા SCST OBC ના વિર્ધાથીઓ લેખીત પરિક્ષામાં ખુબજ સારા માર્કે પાસ થયેલા જયારે લેખીત પરિક્ષામાં ઓછા માર્ક આપવામા આવેલ છે તેમજ આર્થીક પછાત ઈકોનોમી બેકવર્ડ કલાસ તેમજ જનરલ કેટેગરીના વિર્ઘાથીઓને ઈરાદા પુર્વક વધુ માર્ક આપીને મેરીટના આધારે જનરલ કેટેગરીમાં આવતા SCST OBC ના વિર્ધાથીઓને અટકાવવા માટેનું તેમજ નાપાસ કરવાનુ ઈરાદા પુર્વકનુ પ્લાનીંગ હોય તેવુ લાગે છે.
આખી પરિક્ષા સીસ્ટમ કોડ આધારીત હોય છે તેવા સંજોગોમા SCST OBCના વિર્ઘાથીઓની જાણકારી કેવી રીતે પ્રાપ્ત થઈ તે પણ ખુબજ ગંભીર બાબત છે તે તપાસનો વિષય છે.
કરણાભાઈ માલધારી અને તનસુખભાઈ ગોહેલ વગેરે આગેવાનોએ ગુજરાતના મુખ્યમંત્રી ન્યાયીક તટસ્થ તપાસ કરવા માંગણી કરેલ છે સામાજીક ન્યાયના હીતમાં GPSC ના ચેરમેન હસમુખભાઈ પટેલનુ રાજીનામુ લેવા માંગણી આવેદનપત્રમાં કરવામાં આવી છે.
(4:24 PM IST)










