<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

આર્ચી વૈષ્‍ણવે પાણી પહેલા પાળ બાંધી, સૌ પ્રથમ મરીન સેકટરમાં AI નો ઉપયોગ કર્યો, ફાયદો એ થશે કે પ્રદુષિત પાણીને ચોખ્‍ખું કરી પી શકાશે...

ઓઝોન પ્‍યુરિફિકેશન આધારિત પ્રોજેકટને આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ રજૂ કરી ચોથા ક્રમે વિજેતા બની ભારત દેશનું ગૌરવ વધાર્યુઃ ૨૪ દેશની ૧૬૫ ટીમે ભાગ લીધો હતો...

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાના આર્શીવાદ લેતી આર્ચી વૈશ્‍ણવ નજરે પડે છે.

રાજકોટઃ આપને કહેવત છે કે પાણી પહેલા પાળ બાંધવી જોઈએ એટલે કે કોઈ મુસીબત આવે એ પહેલાં જ તેનો ઉપાય શોધી લેવામાં આવે તો મુશ્‍કેલી ન રહે. આ કહેવતને રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીના પ્રમુખ શ્રી વી.પી. વૈષ્‍ણવની દોહીત્રી અને રાજકોટ એન્‍જીનીયરીંગ એસોસિએશનના ડિરેકટર શ્રી સમીર વૈષ્‍ણવની દીકરી આર્ચીએ સાર્થક કરી બતાવી છે. મરીન સેકટરમાં સૌ પ્રથમ વખત AI નો ઉપયોગ કર્યો છે. આ ટેક્રિક-પ્રોજેકટને કતારની રાજધાની દોહામાં આયોજિત CODEAVOUR ૬.૦ આંતરરાષ્‍ટ્રીય રોબોટિક્‍સ સ્‍પર્ધામાં રજૂ કરી ભારતનું પ્રતિનિધિત્‍વ કર્યું છે. આ સ્‍પર્ધામાં ૨૪ દેશની ૧૨૫ ટીમે ભાગ લીધો હતો. જેમાં આ પ્રોજેકટ ૪ થા ક્રમે વિજેતા થતા આર્ચીએ ભારત દેશનું ગૌરવ વધાર્યું છે.

આ પ્રોજેકટ વિશે વધુ માહિતી આપતા આર્ચી વૈષ્‍ણવ જણાવે છે કે, આ પ્રોજેકટ બે કારણોસર પસંદ કરવામાં આવ્‍યો છે. પ્રથમ કારણ એ છે કે, આજે દરેક સેગમેન્‍ટમાં AI નો ઉપયોગ સામાન્‍ય બની ગયો છે. પરંતુ મારા ધ્‍યાનમાં મરીન સેક્‍ટરમાં હજુ AI નો ઉપયોગ થયો નહિ હોવાનું ધ્‍યાને આવ્‍યું હતું. જયારે બીજું કારણ એ છે સૌરાષ્‍ટ્ર સહિત વિશ્વભરમાં ગ્‍લોબલ ર્વોમિંઁગની અસર જોવા મળે છે. જો ભવિષ્‍યનો વિચાર કરીએ તો એક તો પાણીનું સંરક્ષણ પણ કરી શકાય ને પ્રદૂષિત પાણીનો ઉપયોગ પણ કરી શકાય એ મુખ્‍ય હેતુ હતો. આ પદ્ધતિ ઓઝોન પ્‍યુરિફિકેશન આધારિત છે. જેમાં રોબર્ટની મદદ લઈને પ્રદુષિત પાણી પણ ચોખ્‍ખુ બની શકે ને તેનો વપરાશ કરી શકાય. આ પ્રોજેકટની અમલવારી સૌરાષ્‍ટ્રની ધરતી પર કરવામાં આવે તો સોનામાં સુગંધ ભળે. જ્‍યારે ભારત દેશની વાત કરીએ તો કાશ્‍મીરથી લઈ કન્‍યા કુમારી સુધી આ પ્રોજકેટ ફાયદાકારક છે. આ પ્રોજેકટને સફળ બનાવવા શેક્ષણિક અભ્‍યાસ ક્રમ ચાલુ હતો તે દરમ્‍યાન ૩ કલાક અને જ્‍યારે વેકેશન પડ્‍યું ત્‍યારે રોજની ૮ કલાક CS STEM LAB માં સમય ફાળવતી હતી.

દોહા ખાતે રજૂ કર્યા પહેલા રાષ્‍ટ્રીય કક્ષાએ જ્‍યારે આ પ્રોજેકટ રજૂ કર્યો ત્‍યારે તેને બીજો ક્રમ મળ્‍યો હતો. ત્‍યારબાદ આ પ્રોજેકટને આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ રજૂ કરવાનો ચાન્‍સ મળ્‍યો ત્‍યારે બસ મનમાં એક જ નિર્ણય કર્યો હતો કે વૈશ્વિક કક્ષાએ ભારત દેશનું ગૌરવ વધારવું જ્‍યારે મારો ચોથો ક્રમ જાહેર થયો અને વિદેશની ધરતી પર જ્‍યારે ભારત દેશનું નામ ગુંજી ઉઠ્‍યું ત્‍યારે દેશનું ગૌરવ વધાર્યું હોવાનો મનમાં ઉત્‍સાહ અને ઉમંગ હતો. અલગ અલગ દેશોના ૩૩ જ્‍યૂરી મેમ્‍બરની ટીમેં અલગ અલગ પેરામીટર ચકાસી ને અ પ્રોજકેટને પસંદ કર્યો હતો. આંતર રાષ્‍ટ્રીય કક્ષાએ આયોજિત સ્‍પર્ધામાં વિજેતા થવામાં મારું ડેડીકેશનને કોઈએ બિરદાવ્‍યું હતું. આ માટે CS STEM LAB ના મેડમ ઊર્મિલા રાણાવા અને સર પ્રીતેશ રાણાવાનું વિશે. માર્ગદર્શન મળી રહ્યું છે. તેમજ મારા પરિવાર તરફથી ખૂબ જ પ્રોત્‍સાહન મળ્‍યુ છે.

આ સિવાય આ સ્‍પર્ધામાં CS STEAM LAB ના વરાન પરસાણા અને જહાન વિરડાએ કાર્બન કેપ્‍ચર યુનિટ વિષયક પ્રોજેકટ રજૂ કર્યો હતો. જેમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી વાયુ મડળમાં રહેલા કાર્બન કેવી રીતે અસરકારક રીતે કેપ્‍ચર કરી શકાય એ રજૂ કર્યો હતો. જેને APPRECIATION AWARD પ્રાપ્ત થયો છે. આમ રાજકોટના વિદ્યાર્થીઓએ આંતર રાષ્‍ટ્રીય કક્ષાએ ભારત દેશનું ગૌરવ વધાર્યું છે. તેમ અખબારી યાદીમાં જણાવેલ છે.

(4:08 PM IST)