<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

પડધરીના નારણકામાં ૭ાા કરોડની જમીન ખુલ્લી કરાવતા પ્રાંત-મામલતદારઃ ખેતી વિષયક દબાણ હતું

નારણકાના ત્રણ શખ્‍સોએ ૧૮ હજાર ચો.મી. જમીન ખેડી નાંખીઃ ર ઓરડીઓ તોડી પડાઇ

રાજકોટ, તા. ર૧: રાજકોટ કલેકટરની સુચના બાદ રૂરલ પ્રાંતશ્રી બ્રિજલ ચક્રવર્તી પડધરી મામલતદાર શ્રી કેતન સખીયાએ પડધરીના નારણકા ગામે ૭ાા કરોડની જમીન ખુલ્લી કરાવી હતી.

આજરોજ પડધરી તાલુકાના નારણકા ગામના સરકારી ખરાબાના સર્વે નંબર ૧૧૬ ની જમીનમાં ત્રણ આસામીઓ દ્વારા કરેલ આશરે ૧૮૦૦૦ ચો.મી. નું ગેરકાયદેસર ખેતી વિષયક દબાણ દુર કરવામાં આવેલ હતું. જેની અંદાજીત કિંમત રૂા. ૭.પ૦ કરોડ જેટલી થાય છે. ખેતી વિષયક દબાણ ઉપરાંત ઉભી કરાયેલ બે ઓરડીઓ તોડી પડાઇ હતી, દબાણ કરનાર નારણકા ગામના જ હોવાનું અને કાર્યવાહી અંગે કલેકટરને રીપોર્ટ કરાયાનું અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતું.

(4:11 PM IST)