<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

રાજકોટ પોલીસ અને મ્‍યુનિસીપલ તંત્રમાં સંકલનના અભાવે ટીઆરપી ગેમ ઝોન કાંડની તપાસનુ ફીંડલુ વળી ગયું : કોંગ્રેસ

ટીઆરપી ગેમ ઝોન કાંડની વરસી અંતર્ગત સતત બીજા દિવસે કોંગ્રેસ દ્વારા વિરોધ : પોલીસ કમિશ્નર ઝાને ફેરતપાસ માટે આવેદન અપાયું

ટીઆરપી ગેમ ઝોન કાંડની તટસ્‍થ અને પારદર્શી તપાસ નહિ થયાના આક્ષેપો સાથેનું આવેદનપત્ર આજે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પ્રદેશ મહિલા ઉપપ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, ડો. હેમાંગ વસાવડા, જસવંતસિંહ ભટ્ટી સહિતની આગેવાની હેઠળ પોલીસ કમિશ્નરશ્રીને પાઠવવામાં આવ્‍યું અને સુત્રોચ્‍ચાર કરાયા ત્‍યારની તસ્‍વીર. (ફોટોઃ અભીજીત બગથરીયા)

રાજકોટ, તા., ર૧:  શહેરમાં બનેલ TRP ગેમ ઝોનમાં ૨૭ માનવ જિંદગી હોમાઈ ગઈ હતી. અને તેમના પરિવારને આજ દિન સુધી ન્‍યાય મળ્‍યો નથી તત્‍કાલીન સમયે  અવારનવાર લેખિત રજૂઆતો અને મૌખિક રજૂઆતો કરેલ હતી, ત્રણ દિવસના ત્રિકોણબાગ ખાતે ઉપવાસ પણ કરવામાં આવ્‍યા  હતા. ૨૭ લોકોના મળત્‍યુ થયેલ તેના વારસદારોમાંથી એક વ્‍યક્‍તિને નોકરીની માંગ કરવામાં આવેલ હતી અને TRP ગેમ ઝોન કોના હુકમથી ઉભો કરાયો હતો તે અધિકારી કે પદાધિકારીઓ ઉપર આપે શું કાર્યવાહી કરી તેનો આજ દિન સુધી અમોને જવાબ મળેલ નથી તેવી રજુઆત આજે શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાને કરવામાં આવી હતી.

આ રજુઆતમાં જણાવાયું છે કે ,આ ભ્રષ્ટાચારી અધિકારી કે પદાધિકારી કોણ છે તેની પણ આપે અમોને જાણ કરેલ નથી અથવા તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવેલ નથી. આ ભ્રષ્ટાચારીઓની સામે પગલાં લેવાની તત્‍કાલીન સમયની અમારી માગણી હતી તે સંદર્ભે પોલીસ દ્વારા હજુ સુધી કોઇ કડક પગલા લેવાયા નથી.

  જે તે સમયે બે થી ત્રણ પોલીસ અધિકારીઓ સામે પગલા લેવાયા હતા એ પગલા કડકાઈથી લેવાયા ન હતા અને લાયસન્‍સ ની જવાબદારી હતી પરંતુ વગર લાયસન્‍સે ગેમ ઝોન ચાલી રહ્યો હતો. દરેક પોલીસ સ્‍ટેશન વાઈઝ ટીમ બનાવી આ પ્રકારના એકમોની તપાસ કરવામાં જે તે સમયે આવી નહોતી. આ ગેમ ઝોન જે પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં આવતો હતો તે વિસ્‍તારના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટરની જવાબદારી હોવા છતાં ગેમ ઝોન ગેરકાયદેસર રીતે ધમધમતો હતો. નિયમાનુસાર મંજૂરી હતી નહીં. મંજૂરી છે કે નહીં તે અંગે પોલીસ દ્વારા જીણવટભરી તપાસ કરવામાં આવી નહોતી. આ ગેમઝોનમાં જવલનશીલ પદાર્થ પેટ્રોલ, ડીઝલ, ગેસના બાટલાઓ સંગ્રહ કરવામાં આવેલ છે કે કેમ અને તેની મંજૂરી હતી કે કેમ તે બાબતની તપાસ દિશાહીન બનાવવામાં આવી છે.

અમારા દ્વારા આ અગાઉ પણ આપને આવેદનપત્ર આપેલ છે તેનો આપના તરફથી કોઈ સંતોષકારક પ્રત્‍યુતર મળેલ નથી. રાજકોટ મહાનગરપાલિકાના કેટલાક અધિકારીઓ સામે તપાસ કરી ગુનાઓ દાખલ કરવામાં આવ્‍યા છે પરંતુ રાજકોટના એ વિસ્‍તારના કોર્પોરેટરો અને મેયર કે પદાધિકારીઓ સામે તપાસ કરવામાં આવી હતી પરંતુ પોલીસમાં ગુનાઓ દાખલ થયેલ નથી.  ફક્‍ત પૂછપરછ કરી આવા કેટલાક સત્તાધીશોને, કોર્પોરેટરોને ક્‍લીન ચીટ આપવામાં આવી હતી ત્‍યારે એ બાબત પણ ફેર તપાસ કરવી ઘટે.

 રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ શહેર પોલીસ તંત્રના સંકલનના અભાવે આ ગોઝારી ઘટનાની તપાસમાં ફિંડલુ વળી ગયું હોય એવું લાગે છે અને પોલીસે તપાસનું ઠીકરું રાજકોટ મહાનગરપાલિકા ઉપર ફોડી દીધું હોય એવું લાગી રહ્યું છે.

ગેમ ઝોનમાં અગ્નિકાંડના પિડીતોને ન્‍યાય અપાવવા માટે આજે સતત બીજા દિવસે કાર્યક્રમમાં રાજકોટ શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી અને રાજકોટ મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની આગેવાની હેઠળ આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્‍યું હતું. ભ્રષ્ટાચાર અને ભાજપ વિરુદ્ધમાં ભારે સૂત્રોચ્‍ચાર સાથે પોલીસ કમિશનર કચેરી ગાજી  હતી.

 આજના કાર્યક્રમમાં ડો. હેમાંગ ભાઇ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, ગાયત્રીબા અશોકસિહ વાઘેલા, યુનુસભાઈ જુણેજા, ડી પી મકવાણા, સંજયભાઈ અજુડીયા, જગદીશભાઈ ડોડીયા, યજ્ઞેશભાઇ દવે, ગૌરવભાઈ પુજારા, કેતનભાઇ તાળા, જગદીશભાઈ ડોડીયા, અજીતભાઈ વાંક, દીપ્તિબેન સોલંકી, બિંદીયાબેન તન્ના, માવજીભાઈ રાખશીયા, બીપીનભાઇ રાઠોડ, દિલીપભાઈ આસવાણી, રાજુભાઈ ચાવડીયા, નયનાબા જાડેજા, દીપુબેન રવૈયા, જયાબેન ચૌહાણ, પુનમબેન રાજપૂત, પ્રવીણભાઈ કાકડીયા, મનીષાબા વાળા, જયાબેન ટાંક, ગજેન્‍દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો કાર્ય કરો એ હાજરી આપી હતી.

(4:11 PM IST)