તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 21st May 2025
રાશન મળતુ બંધ થતા E-KYC કરી લેવા પૂરવઠાની દરેક ઝોનલ કચેરીમાં કાર્ડ હોલ્ડરોના ધાડાઃ ભારે માથાકુટ
જૂની કલેકટર કચેરીએ પૂરવઠાની ઝોનલ-૧ દ્વારા મુખ્ય દરવાજો બંધ કરાયોઃ માત્ર એક જ બારી : રોજે રોજ લોકો કલાકો હેરાન પરેશાનઃ DSO કશુ કરતા નથીઃ કલેકટર હવે અસરકારક એકશન લ્યે તે જરૂરી

રાજકોટ, તા. ર૧: હાલ રાજયભરમાં પુરવઠા ખાતાએ જેમના રેશનકાર્ડ ઇ-કેવાયસી નથી તેમનો પુરવઠો બંધ કરી દિધો છે, જેના પરીણામે ભારે દેકારો મચી ગયો છે, રાજકોટમાં તો જુની કલેકટર કચેરીમાં બેસતી પુરવઠાની ઝોનલ-૧, કચેરી અને અન્ય ઝોનલ કચેરીઓમાં રાશનકાર્ડમાં ઇ-કેવાયસી કરવા અત્રે દરરોજ લાંબી લાઇનો લાગે છે, સવારથી લોકો ઉમટી પડે છે, કલાકો હેરાન થાય છે, ઘણી વખત પોલીસ બોલાવી પડે તેવી સ્થિતી હોય છે. પરંતુ જવાબદાર અધિકારીઓ કાંઇ પગલા લેતા નથી. તસ્વીર પણ એનો જાગતો પુરાવો છે, જુની કલેકટર કચેરી ખાતે આવેલી પુરવઠાની ઝોનલ કચેરીમાં ઇ-કેવાયસી માટે રાશનકાર્ડ ધારકો ઉમટી પડયા છે,
મુખ્ય દરવાજો બંધ કરી દેવાયો છે, એકજ બારી છે, કોઇ જવાબ દેવાવાળુ નથી, લોકોમાં પ્રચંડ રોષ છે, અખબારોમાં પણ આ અંગે ફરીયાદો થઇ છે, રાશન મળતુ બંધ થતા ગરીબ પરિવારો હેરાન-પરેશાન થયા છે, રાશનકાર્ડમાં નામ ઉમેરવા, કમી કરવા, સરનામું બદલવા જેવા સુધારા-વધારા માટે દરરોજ લોકોની ભીડ ઉમટી રહી છે. પુરવઠા તંત્રે આ બાબતે તાકિદે યોગ્ય કરવું જરૂરી બન્યું છે. કલેકટર અસરકારક એકશન લે તેવી માંગ ઉઠી છે.
(4:12 PM IST)










