<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

માલિયાસણ પૂલ પાસે રિક્ષા પલ્‍ટી જતાં ચાલક કમલેશભાઇ વાઘેલાનું મોત

નવાગામ રંગીલા સોસાયટીના આધેડના મોતથી ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં શોકની કાલીમા

 

 

રાજકોટ તા. ૨૨: કુવાડવા નજીક માલિયાસણ પાસે રિક્ષા પલ્‍ટી ખાઇ જતાં નવાગામના આધેડનું ગંભીર ઇજા થવાથી મોત થયું છે.

જાણવા મળ્‍યા મુજબ નવાગામ આણંદપરમાં આવેલી રંગીલા સોસાયટીમાં રહેતાં કમલેશભાઇ કેશુભાઇ વાઘેલા (ઉ.વ.૪૫) ગત ૧૪મીએ પોતાની સીએનજી રિક્ષા હંકારીને જતાં હતાં ત્‍યારે માલિયાસણ પૂલ પાસે રિક્ષા પલ્‍ટી ખાઇ જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં. ત્‍યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં લઇ જવાયા હતાં. સારવાર દરમિયાન ગત રાતે મૃત્‍યુ થતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

કુવાડવા રોડ પોલીસને જાણ થતાં જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. મૃત્‍યુ પામનાર રિક્ષા  હંકારી ગુજરાન ચલાવતાં હતાં. પોતે બે બહેન અને ત્રણ ભાઇમાં નાના હતાં. તેમના મૃત્‍યુથી એક દિકરી અને બે દિકરાએ પિતાની છત્રછાંયા ગુમાવી દેતાં સ્‍વજનોમાં શોક વ્‍યાપી ગઇ હતો. (૧૪.૫)

(10:58 AM IST)