<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

આજી.જી.આઇ.ડી. સી પાસેથી રૂા.૧.૧૦ લાખના દેશી દારૂ ભરેલી રીક્ષા સાથે રમેશ સિંધવ પકડાયો

થોરાળા પોલીસના કોન્‍સ કિશનભાઇ રોકડ અને નિલેશભાઇ જમોડની બાતમીઃ ૫૫૦ લીટરે દેશી દારૂ અને રીક્ષા મળી રૂા.૨.૧૦ લાખનો મુદામાલ કબ્‍જે

રાજકોટ તા.૨૨: આજી જી.આઇ.ડી.સી થોરાળા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રૂા.૧.૧૦ લાખના દેશી દારૂ ભરેલી રીક્ષા સાથે એક શખ્‍સને પકડી લીધો. મળતી વિગત મુજબ એસીફૂટરોડ માટેલ ચોક તરફ જતા આજી જી.આઇ.ડી.સી રોડ પર એક કારખાના પાસે એક શખ્‍સ દારૂ ભરેલી રીક્ષા સાથે ઉભો હોવાની થોરાળા પોલીસ મથકના કોન્‍સ કિશનભાઇ રોકડ તથા નિલેશભાઇ જમોડને બાતમી મળતા સ્‍ટાફ દરોડો પાડી આજી. જી.આઇ.ડી.સી પાસેથી રૂા.૧૦ લાખની કિમંતનો ૫૫૦ લીટર દેશી દારૂનો જથ્‍થો ભરેલી રીક્ષામાંથી રમેશ થોભણભાઇ સિંધવ  (ઉ.વ.૪૫) રહે. ન્‍યારા પોલીસ ચોકી પાસે જામનગર રોડ પર ઝૂપડામાં ને પકડી લઇ વાઘેલાને માર્ગદર્શન હેઠળ પી.એસઆઇ. એન.આર.ડોબરીયા એ.એસ.આઇ. ભાવેશભાઇ વસવેલીયા હેઙકોન્‍સ ઇલેશભાઇ પરમાર કોન્‍સ સંજયભાઇ માંડાણી, હિતેશભાઇ પરમાર નિલેશભાઇ જમોડ કિશનભાઇ રોકડ તથા હરદિપસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.

(2:42 PM IST)