<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

લાલપરી તળાવ પાસેથી મહેન્‍દ્ર ઉર્ફે કાનો ચોરાઉ બાઇક સાથે પકડાયો

બી-ડીવીઝન પોલીસના હેડકોન્‍સ ક્રિપાલસિંહ જાડેજા અને કોન્‍સ હાર્દિકભાઇ ગાજીપરાની બાતમી

રાજકોટ તા.૨૨: લાલપરી તળાવ નજીક રામધણ પાસે બી-ડીવીઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી એક શખ્‍સને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ લાલપરી તળાવ નજીક એક શખ્‍સ ચોરાઉ બાઇક લઇને ઉભો હોવાની બી-ડીવીઝન પોલીસના હેડ કોન્‍સ ક્રિપાલસિંહ જાડેજા અને કોન્‍સ હાર્દિકભાઇ ગાજીપરાને બાતમી મળતા  સ્‍ટાફ સાથે દરોડો પાડી લાલપરી તળાવ નજીક રામધણ પાસેથી મહેન્‍દ્ર ઉર્ફે કાનો મનસુખભાઇ મકવાણા (ઉ.વ. ૩૧) (રહે. પરાપીપળીયા એકતા સોસાયટી કવાર્ટર નં. ૧૦૫ માં ભાડે મૂળ મોટાવડાળા, તા. લોધીકા ને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો. આ કામગીરી પી.આઇ.એસ.એસ. રાણેના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એ.બી.ચોૈધરી એ.એસ.આઇ. અનિલસિંહ ગોહિલ હેડ. કોન્‍સ. ક્રિપાલસિંહ જાડેજા લાલજીભાઇ હાડગડા કોન્‍સ.વિશ્વજીત સિંહ ઝાલા વિનોદભાઇ પરમાર રાજદીપભાઇ પટગીર નરેશભાઇ ચાવડા હાર્દિકભાઇ ગાજીપરા મનજીભાઇ ડાંગર દ્વારા કરવામાં આવી હતી.

(4:26 PM IST)