News of Thursday, 22nd May 2025
ગાંધીગ્રામની સ્કૂલના સંચાલકને બ્લેકમેઇલ કરી ૨૫ લાખની ખંડણી માંગીઃ ત્રણ પત્રકાર ઝડપાયા
સ્કૂલ સંચાલકને વ્હોટ્સએપમાં ‘રાજકોટની રામાપીર ચોકડી નજીક લાખના બંગલા પાસે આવેલી નામાંકીત સ્કૂલનો બિભત્સ વિડીયો થયો વાયરલ' એવા લખાણ સાથે ન્યુઝ પ્લેટ મળીઃ જેમાં તેઓસ્ત્રી મિત્ર સાથે આલીંગનમાં હોય તેવુ દેખાતુ હતું: તેણે ગભરાઇને મિત્રને મધ્યસ્થી કરવા કહેતાં મિત્રએ કહ્યું-આશિષ મને મળ્યો એની પાસે બીજા ૭ વિડીયો છે, તે લોકો સામે બેસવાની ના પાડે છે, વાયરલ નહિ કરવાના ૨૫ લાખ માંગે છે, મારા થકી મેટર પતી જશે, રકમ નહિ આપો તો વિડીયો વાયરલ થઇ જશે : શાળા સંચાલકે બીજા મિત્ર ધર્મેન્દ્રસિંહનો સંપર્ક કરતાં તેણે કહ્યું-એઝાઝ અને ધર્મેશ પોતાની પાસે વિડીયો હોવાનું કહે છે, આ બંને પૈસાની માંગણી કરે છેઃ જો તમે પોલીસને કહેશો તો જીવવું મુશ્કેલ કરી દેશેઃ અંતે શાળા સંચાલકે ડીસીબીમાં ફરિયાદ નોંધાવીઃ પીઆઇ ગોંડલીયા, પીઆઇ ડામોર, પીઆઇ જાદવ અને ટીમ દ્વારા તપાસનો ધમધમાટ : ક્રાઇમ બ્રાંચે આશિષ ડાભી અને બે કહેવાતા પત્રકાર એઝાઝ તથા ધર્મેશને સકંજામાં લીધાઃ શાળામાં સીસીટીવી કેમેરા ફીટ કરનારની શોધખોળ : શાળા સંચાલકે સીસીટીવી કેમેરા ફીટ થયા બાદ પાસવર્ડ ચેન્જ નહોતા કર્યાઃ તેનો ફાયદો ટેકનીશીયને ઉઠાવી તેના અંગત વિડીયો ઉઠાવી કહેવાતા પત્રકારોને આપ્યા અને કાવત્રુ ઘડી ખંડણી માંગવામાં આવી

રાજકોટ તા. ૨૨: શહેરમાં મોબાઇલ ફોનમાં સોશિયલ મિડીયા ન્યુઝના નામે અસંખ્ય પોર્ટલ ચાલી રહ્યા છે. મોબાઇલ ફોનના અલગ અલગ ગ્રુપમાં સતત ન્યુઝના નામે વિડીયો, ફોટા, લખાણો વાયરલ થતાં રહે છે. દરમિયાન આવા જ એક ન્યુઝના સંચાલક અને કહેવાતા પત્રકારો સહિત ચાર જણાએ ગાંધીગ્રામ વિસ્તારની શાળાના સંચાલકના તેનાસ્ત્રી મિત્ર સાથેના તેની જ સ્કૂલની ચેમ્બરના ફૂટેજ મેળવી લઇ તેની ન્યુઝ પ્લેટ બનાવી સંચાલકને મોકલી દેતાં ગભરાયેલા સંચાલકે મિત્રને મધ્યસ્થીમાં લેતાં તેણે આ લોકો પાસે બીજા આવા સાત વિડીયો છે અને વાયરલ ન કરવાના ૨૫ લાખ માંગે છે, મારા થકી મેટર પતની જશે, તેમજ તમે રૂપિયા નહિ આપો તો વિડીયો વાયરલ થઇ જશે તેમ કહેતાં સંચાલકે ફરિયાદ નોંધાવતા ડીસીબી પોલીસે ન્યુઝ રિપોર્ટના સંચાલક, એક કહેવાતા પત્રકાર સહિત ત્રણને પકડી લીધા છે. સ્કૂલની ચેમ્બરના સીસીટીવી ફૂટેજ કેમેરા ફીટ કરનારે જ હેક કરી આ ટોળકીને આપ્યા હોઇ તેની શોધખોળ થઇ રહી છે.
આ બનાવમાં ડીસીબી પોલીસે ગાંધીગ્રામ ભારતીનગર-૨માં રહેતાં સ્કૂલ સંચાલકની ફરિયાદ પરથી આશીષ ડાભી, એઝાઝ, ધર્મેશ અને ફરિયાદીની શૈક્ષણિક સંસ્થામાં સીસીટીવી કેમેરા ફીટ કરનાર માણસ સામે બીએનએસની કલમો હેઠળ તેમજ આઇટી એક્ટની કલમો હેઠળ કાવત્રુ રચી ફરિયાદીની શેૈક્ષણિક સંસ્થાની ચેમ્બરના વિડીયો ફુટેજ મેળવી સોશિયલ રિપોર્ટ સાંધ્ય દૈનિકમાં ‘રાજકોટની રામાપીર ચોકડી નજીક લાખના બંગલા પાસે આવેલી નામાંકીત સ્કૂલનો બિભત્સ વિડીયો થયો વાયરલ' એવુ લખાણ લખી ફોટો ફેસબૂક, ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી તેમજ સ્કૂલ સંચાલકને વ્હોટ્સએપથી મોકલી, તેમના મિત્ર મારફત વિડીયો વાયરલ નહિ કરવાના બદલામાં ૨૫ લાખની ખંડણી માંગી તેમજ જો રૂપિયા નહિ મળે તો જીવવું મુશ્કેલ કરી દેશે તેવી ધમકી આપવાનો ગુનો નોંધ્યો છે.
સ્કૂલ સંચાલકે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે હું ગાંધીગ્રામ ભારતીનગરમાં રહુ છું અને લાખના બંગલા નજીક નિધી સ્કૂલ નામની શૈક્ષણિક સંસ્થા ચલાવુ છું. તા. ૧૯/૫ના રસાંજે ચારેક વાગ્યે મને એક નંબર પરથી વ્હોટ્સએપ મેસેજ આવ્યો હતો. તે જોતાં તેમાં સોશિયલ મિડીયા રિપોર્ટ સાંધ્ય દૈનિકનો એક ફોટો હતો. જેમાં ‘રાજકોટની રામાપીર ચોકડી નજીક લાખના બંગલા પાસે આવેલ નામાંકિત સ્ૂકલનો બિભત્સ વિડીયો વાયરલ' એવુ લાખણ હતું. આ મારી સ્કૂલની ચેમ્બરનો ફોટો હતો, જેમાં હું અને મારાસ્ત્રી મિત્ર આલીંગન અવસ્થામાં હોય તેવુ દેખાતુ હતું. જેની નીચે ‘વિદ્યાના મંદિરને કલંકીત કરતો નરાધમ કોણ?' એવુ લખાણ હતું.
પછી તરત બીજો મેસેજ આવ્યો હતો અને આન ંબરમાંથી મોકલતાં મેસેજ તુરંત ડીલીટ કરી દેવામાં આવતા હતાં. બીજો મેસેજ વાંચુ એ પહેલા ડીલીટ થઇ ગયો હતો. મેં મારી રીતે તપાસ કરતાં સોશિયલ રિપોર્ટ સાંધ્ય દૈનિક આશિષ ડાભી સંચાલીત હોવાની ખબર પડી હતી. હું ડરી ગયો હોઇ મારા મિત્રને ફોન કરી બદનામીથી બચાવવા કહ્યું હતું. ત્યારબાદ સોશિયલ રિપોર્ટ સાંધ્ય દૈનિકની ફેસબૂક, ઇન્સ્ટાગ્રામની સાઇટ ઉપર આ ફોટો અપલોડ થયો હતો. ત્યારબાદ મારા મિત્રએ બીજા ઘ્વિસે મને મળીને જણાવેલ કે આશિષ ડાભી આવ્યો હતો, તેની પાસે આવા સાત વિડીયો છે, અને વિડીયો વાયરલ નહિ કરવા પેટે તે ૨૫ લાખની માંગણી કરે છે. આ વિડીયો બીજા લોકો પાસે છે, જે લોકો સામે બેસવાની ના પાડે છે. તેમ જણાવી મારા મિત્રએ કહેલું કે-મારા થકી આ મેટર પતી જશે, અને તમે જો આ રકમ નહિ આપો તો આ વિડીયો વાયરલ થઇ જશે. જેથી હું વધારે ગભરાઇ ગયો હતો અને મનોમન આત્મહત્યા કરવાના વિચાર આવી ગયા હતાં.
આ પછી મારા મિત્ર ધર્મેન્દ્રસિંહ વાળાનો મને ફોન આવેલો અને તેણે મને કહેલુ કે એઝાઝ અને ધર્મેશ નામના વ્યક્તિઓએ તેઓની પાસે વિડીયો હોવાની વાત કરી છે. જેથી મેં તેઓને વિડીયોવાળુ પ્રકરણ પુરૂ કરાવવા કહ્યું હતું. ત્યારબાદ મિત્ર ધર્મેન્દ્રસિંહ સાથે હું સતત ફોનથી સંપર્કમાં હતો. તેણે મને ફોનમાં કહેલુ કે એઝાઝ અને ધર્મેશ બંને મારી સાથે સંપર્કમાં છે અને તેઓ બંને પૈસાની માંગણી કરે છે. જો આપણે પૈસા આપી દઇશું તો તેઓ વિડીયો વાયરલ નહિ કરે અને પ્રકરણ પતી જશે.
આ લોકોએ તેવુ પણ કહ્યું છે કે જો આ બાબતે પોલીસને કે અન્ય કોઇની સાથે વાત કરશો તો તમારૂ જીવવું મુશ્કેલ બની જશે. આ લોકોએ કાવતરૂ રચી મને બદનામીનો ડર બતાવી ખંડણી પેટે રકમ પડાવવા માંગતા હોય તેવું મને લાગ્યું હતું. મારી સ્કૂલમાં જે તે વખતે સીસીટીવી કેમેરા ફીટ કરનાર કંપનીના માણસ જેની પાસે પાસવર્ડ હતાં તે પાસવર્ડ મેં મારી અજ્ઞાનતાને કારણે બદલાવ્યા નહોતાં. જેથી સીસીટીવી ફીટ કરનાર માણસે મારી સ્કૂલના ચેમ્બરના સીસીટીવીના વિડીયો મેળવી લઇ આશિષ, એઝાઝ, ધર્મેશ સાથે મળી મને બ્લેકમેઇલ કરી મારી પાસેથી મોટી રકમ પડાવવા અને મારી અંગત જીંદગીને જનતા સમક્ષ મુકી તથા મારી શૈક્ષણીક સંસ્થાને બદનામ કરવા કાવતરૂ રચ્યું હોઇ મારે ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં સ્કૂલના સંચાલકે પોલીસ સમક્ષ જણાવતાં પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવની રાહબરીમાં ગુનો દાખલ કરાયો છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયાની રાહબરીમાં ડીસીબીના ત્રણેય પીઆઇ અને તેમની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલ ત્રણ આરોપી આશિષ ડાભી, એઝાઝ અને ધર્મેશને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે. સીસીટીવી કેમેરા ફીટ કરનારની શોધખોળ થઇ રહી છે. આ બનાવે શહેરભરમાં ચકચાર જગાવી દીધી છે. ઉલ્લેખનિય છે કે આશિષ ડાભીને અગાઉ ક્રાઇમ બ્રાંચે દારૂના ગુનામાં પકડયો હતો. (૧૪.૧૦)
(3:02 PM IST)










