<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

રવિવારે UPSC પરીક્ષા : બે પેપર : ૩૧પ૭ ઉમેદવારો

કુલ ૧ર કેન્‍દ્રો : કલેકટર કચેરીમાં કન્‍ટ્રોલ રૂમ : ત્રણ પ્રાંત અધીકારીને મોડલ ઓફીસર તરીકે ફરજ

રાજકોટ, તા. રર : આગામી ૨૫મી મે, રવિવારના રોજ રાજકોટ શહેરમાં (IAS-IPS-IRS માટે  UPSC) પરીક્ષાનું આયોજન કરવામાં આવ્‍યું છે. શહેરના ૧૨ વિવિધ સેન્‍ટર પર યોજાનારી આ પરીક્ષા માટે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

જિલ્લા કલેક્‍ટર દ્વારા ગ્રામ્‍ય પ્રાંત વિમલ ચક્રવર્તી અને સિટી-૨ પ્રાંત મહેક જેન  અને ડેપ્‍યુટી ડીડીઓ શ્રી ગલચરને   આ પરીક્ષા માટે નોડલ ઓફિસર તરીકે નિમણૂક આપી છે. આ ઉપરાંત, રાજકોટ કલેક્‍ટર કચેરી ખાતેના પુરવઠા વિભાગની કચેરીમાં ખાસ કંટ્રોલ રૂમ પણ ઊભો કરવામાં આવ્‍યો છે, જે પરીક્ષા દરમિયાન સંભવિત કોઈપણ પરિસ્‍થિતિને પહોંચી વળવા સજ્જ રહેશે. તેમજ કલેકટર કચેરીમાં સ્‍ટોંગ રૂમ બનાવાનો છે, જે રવીવારે બંને ગેઇટ ખોલાશે.

આ પરીક્ષાનું સમગ્ર મોનિટરિંગ કરવા માટે દિલ્‍હી ખાતેથી UPSC ના એક અધિકારીશ્રી મીશ્રા પણ કાલે રાજકોટ ખાતે આવી પહોંચશે. આ પરીક્ષામાં કુલ ૩૧૫૭ ઉમેદવારી પરીક્ષા આપશે. પરીક્ષા બે સેશનમાં યોજાશેઃ પ્રથમ સેશન સવારે ૯:૩૦ થી ૧૧:૩૦ સુધી અને બીજો સેશન બપોરે ૨:૩૦ થી ૪:૩૦ સુધી ચાલશે. તંત્ર દ્વારા સુચારુ અને શાંતિપૂર્ણ રીતે પરીક્ષા સંપન્ન થાય તે માટે તમામ આવશ્‍યક પગલાં ભરવામાં આવ્‍યા છે, મોબાઇલ લઇ જવાની-ઇલેકટ્રોનિક ઘડીયાલ-કોમ્‍પ્‍યુટર-કેલ્‍યુકેલેટર, એવા ઉપકરણો લઇ જવાની મનાઇ ફરમાવાઇ છે. 

(4:26 PM IST)