News of Thursday, 22nd May 2025
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ફરી કોલેજ ખરીદ-વેચાણ સંઘ શરૂ !
સરકારનો પ એકર જમીન હોય તેને જ કોલેજની મંજુરી આપવાની શરતનો ઉલાળીયો કરી હવે કોર્ષ દીઠ કોલેજના ટુકડા વહેચવાની પેરવીઃ કુલપતિ ઉત્પલ જોશીએ રચેલ ત્રણ સભ્યોએ કલાકોમાં જ ‘બાયફર્ગેશન'ની વ્યાખ્યા બદલીને મંજુરી આપવા ભલામણ કરતો રીપોર્ટ આપ્યોઃ ખનખનીયાના ખેલ

રાજકોટ, તા. રરઃ બી ગ્રેડની સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં ત્રણ વર્ષ બાદ કાયમી કુલપતિ ઉત્પલ જોશીની રાજય સરકારે નિમણુંક કરી છે. કાયમી કુલપતિ તરીકે ઉત્પલ જોશીની નિમણુંક થતા શૈક્ષણીક વર્તુળોમાં સૌરાષ્ટ્ર યુનીવર્સીટીની શૈક્ષણીક સીધ્ધી અને પદવીની ગરીમાં વધવાની આશા સેવાતી હતી પરંતુ હાલ કાઇ દિશાનિર્દેશો વિપરીત જણાય રહયા છે.
મોટા ભાગે બાંધકામોના કાર્યોમાં કાર્યરત રહેતા કુલપતિ ઉત્પલ જોશીએ તાજેતરમાં કોલેજોને વેચવાની સગવડ કરી આપી હોવાનું ચર્ચાએ જોર પકડયુ છે.
જાણવા મળતી વિગતો મુજબ સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં એવો નિયમ છે કે પ એકર જમીન જે સંસ્થા પાસે હોય તેને જ નવી કોલેજોની મંજુરી મળે. નવી શિક્ષણ નિતીમા઼ પણ કોઇ બાંધછોડની નિતી અમલમાં ન હોય યુનીવર્સીટી કક્ષાએ કોલેજોને વેચવાની મંજુરીનો તખ્તો તૈયાર થઇ રહયો હોવાનું જાણવા મળે છે.
કુલપતિ ઉત્પલ જોશીએ તાજેતરમાં નવી કોલેજોની મંજુરી અને વર્તમાન કોલેજોને વેચણી થઇ શકે તે માટે એક તજજ્ઞની કમીટી બનાવી હતી તેમાં પ્રોફેસર કુંભારણા, અતુલ ગોસાઇ અને સંજય ભાયાણીની વરણી કરવામાં આવી હતી. કલાકોમાંજ આ કમીટીએ મનગમતો રીપોર્ટ આપી દીધો.
આ રીપોર્ટના આધારે કોઇપણ કોલેજના ટુકડા વહેચી શકાય તેવી જોગવાઇ રજુ કરી. આમ હવે કોઇ એક કોલેજમાં બીએ, બીકોમ, બીબીએ, એમએસસી, બીએસસી સહિત અનેક કોર્ષ ચાલતા હોય તે કોઇપણ એક કોર્ષ સંસ્થાને લાખો રૂપિયા આપીને વહેચવાની છુટ મળી જશે.
આમ સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં ચર્ચાતી વિગતો મુજબ ફરી સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં ખનખનીયાના ખેલ શરૂ થયા તેમજ કોલેજની ખરીદ વેચાણની પ્રક્રિયા કાયદેસર કરવાની શરૂ થઇ રહી હોવાનું જાણવા મળે છે.
(4:25 PM IST)










